આ વાત છે સાઉથ ઇન્ડસ્ટ્રીના એક એવા સુપરસ્ટારની, જેણે વર્ષો સુધી પોતાની ફિલ્મોથી બોક્સ ઓફિસ અને લોકોમાં દિલ પર રાજ કર્યું. આજે તે માત્ર અભિનેતા તરીકે નહીં, પરંતુ રાજકારણી તરીકે પણ ઓળખાય છે. તેણે પોતાનો રાજકીય પક્ષ સ્થાપ્યો છે અને સાથે જ ફિલ્મ જગતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ હીરો હિન્દી સિનેમાનો નથી, પરંતુ સાઉથ સિનેમાનો છે. આપણે વાત કરી રહ્યા છીએ સાઉથના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી સ્ટાર થલાપતિ વિજય વિશે.


અઢી દાયકાથી છે કારકિર્દીમાં

વિજયે અઢી દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો માત્ર ફેન્સ સુધી સીમિત રહી નથી, પરંતુ બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત સફળતા મેળવી છે. ખાસ વાત એ છે કે તેમણે સતત આઠ એવી ફિલ્મો આપી છે, જેણે વિશ્વભરમાં ₹200 કરોડ કે તેથી વધુ કમાણી કરી છે.

વિજયની સતત 8 ₹200 કરોડ ક્લબની ફિલ્મો

થલાપતિ વિજયનો જન્મ 22 જૂન, 1974ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમની આ શાનદાર સિરીઝની શરૂઆત 2017ની ફિલ્મ Mersalથી થઈ, જેણે વિશ્વભરમાં અંદાજે ₹220 કરોડની કમાણી કરી. ત્યારબાદ આવેલી ફિલ્મ Sarkarએ ₹252 કરોડનું શાનદાર કલેક્શન કર્યું. પછી ત્રીજા ક્રમે આવેલી ફિલ્મ Bigilએ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો અને વિશ્વવ્યાપી રીતે ₹295 કરોડની કમાણી કરી. ચોથી ફિલ્મ Masterએ પણ સફળતાની પરંપરા જાળવી રાખી અને ₹223 કરોડનો આંકડો પાર કર્યો. ત્યારબાદ પાંચમા ક્રમે આવેલી ફિલ્મ Beastએ ₹216 કરોડની કમાણી કરીને ₹200 કરોડ ક્લબમાં સ્થાન મેળવ્યું.

સતત 8 ફિલ્મોએ તોડ્યા રેકોર્ડ

વિજયની છઠ્ઠી ફિલ્મ Varisu 2023માં રિલીઝ થઈ હતી અને તેણે વિશ્વભરમાં ₹297 કરોડનું કલેક્શન કર્યું. સાતમા ક્રમે આવેલી સુપરહિટ ફિલ્મ Leoએ તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આશરે ₹623 કરોડની શાનદાર કમાણી કરી. આ પછી 2024માં રિલીઝ થયેલી ફિલ્મ The Greatest of All Time (GOAT) એ ₹455 કરોડની કમાણી કરી અને આ રીતે થલાપતિ વિજયે સતત 8 ફિલ્મો દ્વારા ₹200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પૂર્ણ કર્યો.

Tamilaga Vettri Kazhagam (TVK)ની જાહેરાત

2 ફેબ્રુઆરી, 2024ના રોજ વિજયે પોતાના રાજકીય પક્ષ Tamilaga Vettri Kazhagam (TVK)ની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ Jana Nayagan 2026માં રિલીઝ થવાની છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બાદ વિજય સંપૂર્ણ રીતે રાજકારણમાં સક્રિય થશે અને ફિલ્મ ઉદ્યોગથી દૂર રહેશે.

આ પણ વાંચો : Netflix પર રિલીઝ થતા જ નંબર-1 બની આ 6 એપિસોડની વેબ સિરીઝ, યુનિક કોન્સેપ્ટ સાથે ભરપૂર ડ્રામા


  • Follow us on: