જહાનવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ હોમબાઉન્ડ ગયા અઠવાડિયાના અંતમાં ભારત 2026ના ઓસ્કાર માટે સત્તાવાર એન્ટ્રી તરીકે નોમિનેટ થઈ. ઓસ્કારમાં નોમિનેટ સાથે હોમબાઉન્ડ ફિલ્મ વિવાદમાં સપડાઈ. ઓસ્કાર ફિલ્મમાં હોમબાઉન્ડની એન્ટ્રીને લઈને લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે. હોમબાઉન્ડ ફિલ્મની વૈશ્વિક સ્તરે પણ વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી. લોકોમાં આ ફિલ્મને ઉઠતા સવાલો પર FFI ચેરમેને સણસણતો જવાબ આપ્યો.
હોમબાઉન્ડ ઓસ્કાર માટે નોમિનેટ
FFI (ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા)ના અધ્યક્ષ ફિરદૌસુલ હસને કહ્યું કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય થઈ છે. આ ફિલ્મની વિષયવસ્તુ બહુ ખાસ છે. આ ફિલ્મમાં એવા મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે જેનો સામનો આપણા સમાજ હજુ પણ કરી રહ્યો છે. નીરજ ઘાયવાનની આ ફિલ્મ "હોમબાઉન્ડ" એ બોલિવૂડમાં ધૂમ મચાવી છે. અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં વિવેચકોએ પણ જેની પ્રસંશા કરી છે. ફિલ્મને સેન્સરનું સર્ટિફિકેટ મળી ગયું છે અને આ ફિલ્મ હવે ભારતના થિયેટરમાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં ઓસ્કાર માટે નોમિનેટ થનાર તમામ નિયમોનું પાલન કરાયું છે. એટલે જ ભારત તરફથી આ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે.













