બોલિવૂડમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે. જેઓ આજે સુધી લાપતા છે. આ કલાકારોએ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે અને બોલિવૂડને યાદગાર ફિલ્મો આપી છે.પરંતુ આ બોલીવુડ કલાકારો ક્યા ગયા છે કોઇને ખ્યાલ નથી. ચાલો આજે એવા સ્ટાર્સ વિશે જાણીએ જેઓ વર્ષોથી લાપતા છે અને તેમના પરિવારજનો આજે પણ તેમની રાહ જોઇને બેઠાં છે.

જૅસ્મિન ધુન્ના
અભિનેત્રી જૅસ્મિન ધુન્ના એ 1988માં આવેલી હોરર ફિલ્મ વીરાના માં ભૂતનું પાત્ર ભજવ્યું હતું. તેમના અભિનયને આજે પણ લોકો યાદ કરે છે. આ ફિલ્મ બાદ જૅસ્મિન અચાનક લાપતા થઈ ગઈ. તેણે એન.ડી. તિવારીની ફિલ્મ સરકારી મહેમાનથી ડેબ્યુ કર્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જૅસ્મિને અંડરવર્લ્ડના ડરથી ભારત છોડ્યું અને અમેરિકા સ્થાયી થઇ હતી. ત્યારબાદ તેઓનો કોઈ સંપર્ક નથી.

કાજલ કિરણ
ફિલ્મ હમ કિસી સે કમ નહીં થી જાણીતી થયેલી કાજલ કિરણ ઘણા વર્ષોથી લાપતા છે. તેમની છેલ્લી ફિલ્મ 'આખી સંઘર્ષ' વર્ષ 1997માં આવી હતી. દિવંગત અભિનેતા ઋષિ કપૂરે પણ તેમની શોધ માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને પૂછ્યું હતું – શું કોઈને ખબર છે કે કાજલ કિરણ ક્યાં છે અને કેવી છે? પરંતુ તેમનું કોઈ અતોપતો મળ્યો નહીં.

માલિની શર્મા
2002માં આવેલી ફિલ્મ રાજમાં ભૂતનું પાત્ર ભજવનાર અભિનેત્રી માલિની શર્મા પણ લાપતા છે. આ તેમની પહેલી ફિલ્મ હતી અને તેમના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી. આ ફિલ્મ બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાનું પસંદ કર્યું અને અનેક વર્ષોથી તેની કોઈ જ માહિતી નથી.

  • Follow us on: