બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી હાલમાં તેના અંગત જીવનને લઈને સમાચારમાં છે. કૃતિ સેનનની બહેન નુપુર સેનનના લગ્ન બાદ તલવિંદર અને દિશા પટણીના સંબંધોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. તલવિંદર સિંહ સિદ્ધુ એક ફેમસ ગાયક છે. નુપુરના લગ્નમાં દિશા અને તલવિંદરને કેમેસ્ટ્રી જોવા મળી હતી. જેના બાદ બંને એકબીજાને ડેટ કરતા હોવાની અફવાએ જોર પકડયું હતું. એવું પણ કહેવાય છે કે બંને થોડા સમયમાં જ લગ્ન કરી શકે છે. હવે, એક ઇન્ટરવ્યુમાં, તલવિંદરે આખરે દિશા સાથેના તેના અફેરની અફવાઓનો જવાબ આપ્યો છે.
દિશા સાથેના સંબંધની અટકળો પર તલવિંદરનો ખુલાસો
એક ઇન્ટરવ્યુ દરમિયાન ગાયક તલવિંદરને દિશા સાથેના સંબંધને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર દિશા સાથેના સંબંધમાં છે, ત્યારે તલવિંદરે કહ્યું, "અમે લગ્ન પહેલા જ એકબીજાને ઓળખવા માગીએ છીએ. સોશિયલ મીડિયામાં ડેટિંગની અફવા અમારા માટે પણ આશ્ચર્યજનક બાબત છે. કારણ કે અમે હજુ સંબંધની શરૂઆત કરી છે. અમે સાથે સમય પસાર કરી રહ્યા છીએ. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, કારણ કે જો તેઓ અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરશે, તો હું તેમને અફવાઓ જ રહેવા દઈશ. ટાઈગર શ્રોફ બાદ દિશા પટણી તલવિંદર સાથેનો સંબંધ વધુ ગાઢ હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે ખરેખર ભવિષ્યમાં તેઓ લગ્ન કરશે કે કેમ તે ફેન્સ જાણવા આતુર છે.













