શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂર હાલમાં દિગ્દર્શકોમાં પ્રિય છે. જહાનવી કપૂર અને કરણ જોહર આજે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. કરણ જોહરને ગુરુ માનતી જહાનવી કપૂર ફેમસ ડાયરેક્ટરથી અલગ થઈ રહી હોવાની અટકળો છે. તાજેતરમાં, એક ન્યૂઝ વેબસાઇટે અહેવાલ આપ્યો હતો કે કરણ અને જહાનવી બંને અલગ થઈ ગયા છે. એવી ચર્ચા છે કે જાહ્નવી કપૂરે પોતાની ફિલ્મોની જવાબદારી જાતે જ લેવાનો નિર્ણય લીધો છે. 


કરણ જોહરની ફિલ્મથી જહાનવીની શરૂઆત

શાહરૂખ ખાન અને ફરાહખાનના ખાસ મિત્ર કરણ જોહર ફક્ત જહાનવી જ નહીં બોલીવુડમાં અનેક કલાકારોનો મેન્ટોર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સને માર્ગદર્શન આપ્યું છે. શ્રીદેવી અને બોલિવૂડ નિર્માતા બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂરે પણ કરણ જોહર સાથે વ્યાપકપણે કામ કર્યું છે. તેમની છેલ્લી કેટલીક ફિલ્મોમાં "સની સંસ્કારી કી તુલસી કુમારી" અને "હોમબાઉન્ડ"નો સમાવેશ થાય છે. હોમબાઉન્ડ ફિલ્મમાં તમામ કલાકારોના અભિનયની વૈશ્વિક સ્તરે નોંધ લેવાઈ હતી. આ ફિલ્મને વિવેચકોએ પણ વખાણી.

જહાનવી કપૂરે કરણ જોહરને લઈને લીધો મોટો નિર્ણય

કરણ જોહરની હોમબાઉન્ડ ફિલ્મમાં કામ કર્યા બાદ જહાનવી કપૂરને અનેક ઓફર મળી. છતાં પણ આજે બંને અલગ થઈ રહ્યા હોવાની ચર્ચાથી તેમના ફેન્સ પણ આશ્ચર્યચકિત થયા.  કરણ જોહરની "ધડક" ફિલ્મથી બોલીવુડમાં જહાનવીએ ડેબ્યુ કર્યું. એટલે જ જહાનવી કરણને પોતાના ગુરુ માને છે. આ ફિલ્મ બાદ જહાનવી કરિયરનો ગ્રાફ વધ્યો. તેણે ગુંજન સક્સેના, મિસ્ટર એન્ડ મિસિસ માહી તેમજ જુનિયર એનટીઆરની "દેવરા" સહિત ઘણી મોટા બજેટની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું. ટૂંક સમયમાં તે રામ ચરણની "પેડ્ડી" માં જોવા મળશે. સુપરહિટ ફિલ્મો આપનાર જહાનવી કપૂરે હવે પોતાની ફિલ્મોના પ્રચાર માટે કોઈ  એજન્સી કે કરણ જોહરના ટેકા વિના સ્વતંત્ર રીતે પોતાનું કામ સંભાળવાનો નિર્ણય લીધો.


આ પણ વાંચો : Bollywood Break : 2026ની શરૂઆત સાથે જ બોલીવુડ બ્રેક મોડમાં, લાઈમલાઈટ છોડી, સુકૂન પસંદ કર્યું!

  • Follow us on: