હિન્દી સિનેઉદ્યોગ માટે આ વર્ષ સારું રહ્યું. આ વર્ષે બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. અક્ષય કુમારની કેસરી અને હાઉસફુલ-5, અજય દેવગણની રેઈડ-2 અને સની દેઓલી જાટ ઉપરાંત રાજકુમાર રાવની ફિલ્મ ભૂલચૂકમાફે પણ બોક્સ ઓફિસ પર તગડું કલેકશન કર્યું. અને આજે આમીરખાનની ફિલ્મ સિતારે જમીન પર થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ આમીરની ફિલ્મ તારે જમીન પરની સિકવલ ફિલ્મ છે. અત્યારે બોલીવુડના 90 દાયકાના હિરો ફરી પાછા સમાચારોની હેડલાઈન બની રહ્યા છે.


ફિલ્મ નિર્માતાનું વિવાદાસ્પદ નિવેદન

આમીરખાન આ ફિલ્મના પ્રચાર દરમિયાન એક શોમાં સ્વીકાર કર્યો હતો કે દિલ ફિલ્મના એક ગીતમાં મહિલાઓ માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરાયો હતો. ત્યારે હવે ફરી 90ના દાયકામાં બનેલ એક ફિલ્મને લઈને લોકોમાં ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મને લઈને ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્માતાએ અનિલ કપૂરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આ નિર્માતા બીજા કોઈ નહીં પરંતુ અનિલકપૂરના મિત્ર કહેવાતા પહેલાજ નિહલાની છે.

 'જૂઠો નંબર 1' અનિલકપૂર

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પહેલાજ નિહલાનીએ 'અંદાઝ'ના વિવાદાસ્પદ ગીતો 'ખડા હૈ, ખડા હૈ' અને 'મૈં હૂં માલગાડી' પર પ્રતિક્રિયા આપતા અનિલકપૂરને લઈને આ નિવેદન આપ્યું હતું.  તેમણે કહ્યું કે 1994માં આવેલ 'અંદાઝ' ફિલ્મ કે જેમાં અનિલ કપૂર મુખ્ય રોલમાં હતો. આ ફિલ્મનું 'ખડા હૈ, ખડા હૈ' ગીત દ્વીઅર્થી સંવાદના કારણે એ દિવસોમાં ખૂલ ટ્રોલ થયું હતું. એ સમયે અભિનેતા અનિલકપૂરે આ બાબતે ખુલાસો કરતાં કહ્યું હતું કે મને ખ્યાલ નથી કે આ ગીતનો બેવડો અર્થ થાય છે. અનિલના આ નિવેદનને નિર્માતા પહેલાજ નિહલાનીએ 'જૂઠો નંબર 1' કહ્યો. એટલે કે અનિલ એક નંબરનો જુઠો છે.  


  • Follow us on: