કલર્સ TVનો હિટ રિયાલિટી શો ‘Laughter Chefs 3 ’ સતત દર્શકોનું દિલ જીતી રહ્યો છે. કોમેડી અને રસોઈના અનોખા કોમ્બિનેશનને કારણે શો આ સમયે TRP ચાર્ટમાં ટોપ પર છે. જોકે, તાજેતરમાં શોને લઈને એક ચોંકાવનારી અફવા સામે આવી હતી કે અર્જુન બિજલાણીએ શોની હોસ્ટ ભારતી સિંહનું સ્થાન લઈ લીધું છે. આ વાત કેટલી સાચી છે, ચાલો જાણીએ પૂરી હકીકત.
અર્જુન બિજલાણી અને ‘લાફ્ટર શેફ્સ’નો સંબંધ
અર્જુન બિજલાણી શોની શરૂઆતથી જ તેનો ભાગ રહ્યો છે. કરણ કુન્દ્રા સાથેની તેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બે સફળ સીઝન પછી અર્જુને થોડો બ્રેક લીધો હતો, પરંતુ હવે તે ફરી એકવાર શોમાં જોવા મળશે — જોકે અલગ ભૂમિકામાં.
ભારતી સિંહે શો છોડ્યો છે?
અફવાઓ અનુસાર એવું કહેવામાં આવતું હતું કે ભારતી સિંહ શો છોડીને ગઈ છે અને તેની જગ્યાએ અર્જુન બિજલાણી હોસ્ટ બન્યો છે. પરંતુ આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. હકીકતમાં, ભારતી સિંહ તાજેતરમાં જ પોતાના બીજા પુત્રની માતા બની છે અને હાલ પ્રસૂતિ રજા પર છે. તેના ગેરહાજરી દરમિયાન શોના નિર્માતાઓએ કોઈ પણ સ્થાયી બદલાવ કર્યો નથી.
અર્જુન કોને બદલી રહ્યો છે?
સૂત્રો મુજબ, અર્જુન બિજલાણી ભારતી સિંહને નહીં, પરંતુ તેના મિત્ર કરણ કુન્દ્રાને બદલી રહ્યો છે. કરણ હાલમાં ચેન્નાઈમાં પોતાના રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની ગેરહાજરીમાં અર્જુન આગામી સપ્તાહના એપિસોડમાં સ્પર્ધક તરીકે શોમાં જોડાશે. આ પહેલાં પણ ફૈસુ, જન્નત જુબૈર અને રીમ શેખ જેવા સ્ટાર્સ અન્ય સ્પર્ધકોની જગ્યાએ અસ્થાયી રીતે શોમાં જોવા મળી ચૂક્યા છે.
‘ક્વીન ઓફ કોંમેડી’ ભારતી ક્યારે પરત ફરશે?
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ 19 ડિસેમ્બર, 2025ના રોજ પોતાના બીજા પુત્રનું સ્વાગત કર્યું હતું. હાલ ભારતી પોતાના નવજાત બાળક સાથે સમય વિતાવી રહી છે અને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહી છે. ભારતીના વર્કહોલિક સ્વભાવને જોતા એવી શક્યતા છે કે તે આગામી થોડા અઠવાડિયામાં ફરી શૂટિંગ પર પરત ફરશે. યાદ રહે કે પોતાના પહેલા પુત્ર ગોલાના જન્મ પછી તે માત્ર 12 દિવસમાં જ ‘ખતરા ખતરા’ના સેટ પર પરત ફરી હતી.
નિયા શર્મા પણ કરે છે વાપસી
અર્જુન બિજલાણી સાથે સાથે નિયા શર્મા પણ ‘Laughter Chefs 3 ’માં મહેમાન તરીકે પરત ફરી રહી છે. તે ‘સ્પ્લિટ્સવિલા’ના પ્રમોશન માટે શોમાં દેખાશે અને તાજેતરમાં તેને સેટ પર બ્લૂયુ ગાઉનમાં જોવામાં આવી હતી. તેની સાથે અભિષેક કુમાર અને સમર્થ જુરૈલ પણ મનોરંજનનો તડકો લગાવશે.
આ પણ વાંચો : Avatar 3માં સુપરસ્ટાર ગોવિંદાનો કેમીયો ? સોશિયલ મીડિયામાં અભિનેતાનો વાયરલ AI વીડિયો, ફેન્સને ખૂબ પસંદ આવ્યો