પીઢ અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલે ગયા વર્ષે 2024માં ભરત તખ્તાનીથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. હાલમાં જ ભરતે એક યુવતી સાથેની તસવીર શેર કરી હતી અને કહેવામાં આવી રહ્યું છે કે, તેના જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ ઈશા દેઓલ અને ભરત તખ્તાનીને બે પુત્રીઓ છે જેમને અભિનેત્રી હવે સિંગલ મધર તરીકે ઉછેરી રહી છે. અભિનેત્રીએ તેના છૂટાછેડા અને તેના બાળકોની જવાબદારીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.
બાળકો પ્રથમ પ્રાથમિકતા: ઈશા
ભરત તખ્તાની પોસ્ટ બાદ અભિનેત્રીનું એક જૂનું ઇન્ટરવ્યું વાયરલ થઈ રહ્યું છે જેમાં ઈશાએ ખુલાસો કર્યો કે આ પરિવર્તન સરળ નહોતું પરંતુ તેના બાળકો તેની દુનિયા રહે છે. તેણીએ સ્વીકાર્યું કે એકલા હાથે બાળકોનો ઉછેર ઘણીવાર ભારે લાગે છે પરંતુ તેણીએ ભાર મૂક્યો કે તેની પુત્રીઓની ખુશી અને તેની પ્રથમ પ્રાથમિકતા છે. ઈશાએ સ્વીકાર્યું કે છૂટાછેડા પછીની સફર સરળ નહોતી પરંતુ તેની દીકરીઓ તેની આખી દુનિયા છે. તેણીએ કહ્યું કે ભલે સિંગલ પેરેન્ટિંગ ક્યારેક ભારે લાગે.
ઈશા દેઓલે બાળકોના ઉછેર પર કહી આ વાત
ઈશા માને છે કે બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધો બદલાઈ જાય તો પણ માતાપિતાએ બાળકો માટે એક એકમ રહેવું જોઈએ. તેણીએ કહ્યું હતું કે, બાળકો સાથે સંકળાયેલી હોય ત્યારે અહંકારને બાજુ પર રાખવો મહત્વપૂર્ણ છે. આપણે તેમના માતાપિતા છીએ અને આપણે તેમને શ્રેષ્ઠ આપવું પડશે. ઈશાએ વધુમાં કહ્યું હતું કે જો માતા-પિતા તેમના બાળકોને પ્રાથમિકતા આપે છે તો મતભેદો આપમેળે ઓછા થઈ જાય છે. પરંતુ ભૂતપૂર્વ જીવનસાથીઓ વચ્ચે પરસ્પર સમજણને પણ મજબૂત બનાવે છે. તમારા બાળકો માટે, તમારે હંમેશા એક એકમ તરીકે રહેવું પડશે. જો બીજું બધું તૂટી ગયું હોય તો પણ તે એકમ બાળકો માટે તૂટવી ન જોઈએ.
ઈશા અને ભરતની પ્રેમ કહાની
ઈશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન 2012માં મુંબઈના ઇસ્કોન મંદિરમાં થયા હતા. તેમને બે પુત્રીઓ છે રાધ્યા (2017) અને મીરાયા (2019). છૂટાછેડા બાદ બંનેએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, 'અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ પરિવર્તન દરમિયાન અમારા બાળકોનું કલ્યાણ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.'