બોલીવુડની ફિલ્મોમાં સિકવલનો ટ્રેન્ડ છે. હવે આ શ્રેણીમાં વધુ એક ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. ધુરંધર અને પેડ્ડી જેવી એકશન ફિલ્મો દર્શકોને ભલે પસંદ આવે પરંતુ પરિવાર સાથે જોવી અશકય બને છે. તમે લાંબા સમયથી કોઈ શુદ્ધ કોમેડી ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, તો તમારી આતુરતાનો અંત આવ્યો છે. અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની સુપરહિટ ગેંગ ફરી એકવાર થિયેટરોમાં તોફાન મચાવવા તૈયાર છે. ફિલ્મ 'ધમાલ ૪' નું ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ થઈ ગયું છે. ધમાલનું ટ્રેલર જોઈ ફેન્સ હસીને લોટપોટ થઈ ગયા.
ધમાલ-4નું ટ્રેલર ફેન્સને પસંદ આવ્યું
ધમાલ-4માં અગાઉની સીરીઝ કરતાં પણ બમણી કોમેડી અને કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ધમાલનું ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ આવ્યું છે. એ જોતા લાગે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે. 'ધમાલ ૪' ના ટ્રેલરની વાત કરીએ તો, આ વખતે પણ વાર્તા કોમેડીના એક અનોખા ખજાનાની શોધ પર આધારિત છે. જોકે, આ વખતે ડિરેક્ટર ઇન્દ્ર કુમારે ફિલ્મમાં કોમેડીની સાથે હોરર (ભૂતિયા) એલિમેન્ટ પણ ઉમેર્યું છે. આ ઉપરાંત, ફિલ્મમાં એક મજેદાર ભોજપુરી ટ્વિસ્ટ પણ રાખવામાં આવ્યો છે.










