15 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાયેલી ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2025ની છઠ્ઠી આવૃત્તિ ડિજિટલ મનોરંજન ઉદ્યોગ માટે યાદગાર રહી. આ પ્રસંગે વેબ સીરીઝ અને વેબ ઓરિજિનલ ફિલ્મોમાં ઉત્તમ પ્રદર્શન કરનારા કલાકારો અને સર્જનાત્મક ટીમોને પ્રસિદ્ધ ફિલ્મફેર બ્લેક લેડી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઘણી જાણીતી સ્ટાર્સની હાજરીએ આ એવોર્ડની શાન વધારી હતી.


આ વેબ સીરીઝે કર્યું રાજ

આ વર્ષે, Black Warrant, Paatal Lok Season 2 અને Khauf જેવી લોકપ્રિય વેબ સીરીઝે એવોર્ડ્સ પર રાજ કર્યું. જયદીપ અહલાવતે તેમના શક્તિશાળી અભિનય માટે બેસ્ટ Male એક્ટરનો એવોર્ડ જીતીને સૌના દિલ જીતી લીધી, જ્યારે અનન્યા પાંડે કોમેડી વેબ સીરીઝમાં બેસ્ટ Female એક્ટર તરીકે માન્યતા પ્રાપ્ત કરી.

વેબ ઓરિજિનલ ફિલ્મો

વેબ ઓરિજિનલ ફિલ્મોમાં Girls Will Be Girls, Stolen અને Sector36ને પણ નોંધપાત્ર એવોર્ડ મળ્યા. આ એવોર્ડ્સ ભારતીય ડિજિટલ કન્ટેન્ટની વધતી લોકપ્રિયતા અને લોકો આના પ્રત્ય પ્રેમ બતાવે છે.

Filmfare OTT Awards 2025 સીરીઝના વિનર્સ

  • બેસ્ટ સીરીઝ : Black Warrant (બ્લેક વોરંટ)
  • બેસ્ટ ડાઇરેક્ટર : વિક્રમાદિત્ય મોટવાને, સત્યાંશુ સિંહ અને ટીમ Black Warrant (બ્લેક વોરંટ)
  • બેસ્ટ અભિનેતા (પુરુષ): ડ્રામા: જયદીપ અહલાવત Paatal Lok Season 2 (પાતાલ લોક સિઝન 2)
  • બેસ્ટ અભિનેત્રી : મોનિકા પનવાર (ખૌફ)
  • બેસ્ટ કોમેડી સિરીઝઃ રાત જવાન હૈ
  • બેસ્ટ અભિનેત્રી : કોમેડી સીરીઝ: અનન્યા પાંડે (કોલ મી બે) (Call Me B)

વેબ ઓરિજિનલ ફિલ્મ શ્રેણીમાં વિજેતાઓ

  • બેસ્ટ વેબ ઓરિજિનલ ફિલ્મ: ગર્લ્સ વિલ બી ગર્લ્સ (Girls Will Be Girls)
  • બેસ્ટ દિગ્દર્શક, વેબ ઓરિજિનલ ફિલ્મ: શુચી તલાટી (Girls Will Be Girls)
  • બેસ્ટ અભિનેતા, વેબ ફિલ્મ (પુરુષ): અભિષેક બેનર્જી (Stolen)
  • વેબ ફિલ્મમાં બેસ્ટ અભિનેત્રી : સાન્યા મલ્હોત્રા (Mrs.)

 'Khauf'ને ફિલ્મે સિનેમેટોગ્રાફી, એડિટિંગ, સાઉન્ડ ડિઝાઇન જેવા ટેકનિકલ પુરસ્કારોમાં પણ સફળતા મેળવી, જ્યારે 'Paatal Lok Season 2'ની ટીમે પટકથા અને સહાયક અભિનેત્રી (તિલ્લોતમા શોમ) માટેના પુરસ્કારો જીત્યા.

આ પણ વાંચો : Entertainment : બોક્સ ઓફિસ પર આ અભિનેત્રીની ફિલ્મે 850 કરોડની ધુઆંધાર કમાણી કરી, જાણો કોણ છે આ અભિનેત્રી જેની સુંદરતાએ લોકોને દિવાના કર્યા


  • Follow us on: