વર્ષોથી ટીવીથી દૂર રહેલા આ સ્ટાર્સે 2025 માં પુનરાગમન કર્યું. 2025નું વર્ષ મનોરંજન ઉદ્યોગ માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. આ વર્ષે, ઘણા ટીવી સ્ટાર્સ વર્ષોથી દૂર રહ્યા પછી નાના પડદા પર પાછા ફર્યા. આટલા વર્ષો પછી નાના પડદા પર આ સ્ટાર્સને જોવું એ ચાહકો માટે એક મોટી ભેટ હતી. ભલે આ સ્ટાર્સ ઘણા વર્ષો સુધી નાના પડદાથી દૂર રહ્યા, પરંતુ જ્યારે તેમણે વાપસી કરી, ત્યારે તેમણે શોની ટીઆરપીને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી. ચાલો જાણીએ કે કયા સ્ટાર્સ છે જેમણે 2025માં પુનરાગમન કરી શોને ફેમ અપાવી.
સ્મૃતિ ઇરાની : સ્મૃતિ ઈરાની ટેલિવિઝન પર એક જાણીતો ચહેરો છે. ૧૨ વર્ષ પછી, ૨૦૨૫ માં, તેણી "ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨" સાથે નાના પડદા પર પાછી ફરી. ફરી એકવાર, તેણીએ પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા. વર્ષો પહેલા "ક્યુંકી સાસ ભી કભી બહુ થી" સીરિયલ આવી હતી. તેમાં 'તુલસી વિરાણી'નું પાત્ર સ્મૃતિ ઈરાનીની કારકિર્દીનું સૌથી મોટું સીમાચિહ્ન છે. આ પાત્રએ તેમને ઘર-ઘરમાં ઓળખ અપાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી સ્મૃતિ ઈરાની સક્રિય રાજકારણમાં હોવાથી અભિનયથી દૂર હતા. હવે તેઓ ફરીથી પડદે દેખાય તેવી અપેક્ષાઓ વધી ગઈ છે.
શિલ્પા શિંદે : લાંબા વિરામ પછી, શિલ્પા શિંદે અંગૂરી ભાભી તરીકે ટેલિવિઝન પર પાછા ફરે છે. તેમનો ડાયલોગ "સહી પકડે હૈં" આજે પણ લોકોની જીભે છે. તેને "ભાભીજી ઘર પર હૈ 2.0" માં જોવી રસપ્રદ રહેશે. ઘણા સમયથી ચાહકો માંગ કરી રહ્યા હતા કે શિલ્પા ફરીથી અંગૂરી ભાભીના અંદાજમાં જોવા મળે. અગાઉ વિવાદોને કારણે તેણે શો છોડ્યો હતો, પરંતુ હવે તે ફરીથી એ જ મનોરંજક અંદાજમાં પરત ફરી રહી છે.
માહી વિજ : માહી વિજ લગભગ 10 વર્ષ સુધી ટેલિવિઝનની દુનિયાથી દૂર રહી. 'લાગી તુજસે લગન' અને 'બાલિકા વધૂ' બાદ ઘણા સમયથી એક્ટિંગથી દૂર હતી આ અભિનેત્રી. આ વર્ષે, માહીએ "સહર" સીરિયલ સાથે પુનરાગમન કર્યું. તે આ સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ શોમાં તે એક એવી માતાની ભૂમિકામાં જોવા મળી શકે છે જે પોતાની દીકરી માટે સંઘર્ષ કરે છે.
શરદ કેલકર : શરદ કેલકર લાંબા સમય પછી ટેલિવિઝન પર પાછા ફર્યા અને લોકપ્રિય બન્યા. શરદ કેલકરે પોતાની કારકિર્દીની શરૂઆત 'સાત ફેરે' જેવી હિટ સીરિયલ્સથી કરી હતી. ત્યારબાદ તેમણે બોલિવૂડમાં 'તાન્હાજી', 'બાહુબલી' (પ્રભાસનો હિન્દી અવાજ) અને 'લક્ષ્મી' જેવી ફિલ્મોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.અત્યારે "તુમ સે તુમ તક" સીરિયલમાં આર્યવર્ધનની ભૂમિકા માટે તેમને વિવેચકોની પ્રશંસા મળી.
વંદના પાઠક : "ખીચડી" ફેમ વંદના પાઠક વર્ષોથી નાના પડદાથી દૂર હતી. આ વર્ષે, વંદના પાઠક "તુમ સે તુમ તક" સીરિયલ સાથે પુનરાગમન કર્યું. વંદના પાઠક ટીવી શો ઉપરાંત થિયેટરમાં પણ કામ કરે છે. હાલમાં તેમની અનેક ગુજરાતી ફિલ્મો સુપરહિટ થઈ છે.
રિદ્ધિમા પંડિત : રિદ્ધિમા પંડિતે "ઉફ યે લવ હૈ મુશ્કિલ" સાથે નાના પડદા પર વાપસી કરી. અગાઉ એક સિરિયલમાં રિદ્ધિમાની રોબોટ વાળા પાત્રની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હાલમાં ઉફ યે લવ હે મુશ્કિલમાં સ્નેહલતાના પાત્રથી બધાના દિલ જીતી લીધા.
આ પણ વાંચો : Flashback 2025 : આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા