બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચાઓ થઈ રહી છે. તે 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત વરરાજા બનવા માટે તૈયાર છે. આમિર ખાન 5 જુલાઈએ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે પોતે આ સમાચાર પર મહોર લગાવી છે. એવામાં દરેક વ્યક્તિ ગૌરી સ્પ્રેટ વિશે જાણવા માટે એક્સાઇટેડ છે. 


કોણ છે ગૌરી સ્પ્રેટ

ગૌરી સ્પ્રેટ બેંગલુરુની રહેવાસી છે. તેને બોલીવુડ સાથે કોઈ લેવા-દેવા નથી, તે બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. ગૌરી બ્રિટિશ મૂળના કમ્યુનિસ્ટ ફિલિપ સ્પ્રેટની પૌત્રી છે, જેઓ ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા રહ્યા હતા. ગૌરી પોતાની માતા દ્વારા શરૂ કરાયેલા સેલૂન બિઝનેસને સંભાળી રહી છે. આ સિવાય તે આમિર ખાનની પ્રોડક્શન કંપની 'આમિર ખાન પ્રોડક્શન્સ' માં પણ કામ કરે છે.

કેટલું ભણેલી છે ગૌરી સ્પ્રેટ?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ગૌરી સ્પ્રેટના ભણતરની વાત કરીએ તો તેણે ઊટીની બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી પોતાનો સ્કૂલી અભ્યાસ પૂરો કર્યો છે. આ પછી તેણે લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી ફેશન સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં અભ્યાસ કર્યો. ગૌરી સ્પ્રેટની પર્સનલ લાઇફની વાત કરીએ તો આમિર સાથે તે બીજા લગ્ન કરી રહી છે. તેના પહેલા લગ્નથી તેનો એક 7 વર્ષનો પુત્ર પણ છે.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટની લવ સ્ટોરી

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને ગૌરી સ્પ્રેટની પહેલી મુલાકાત આશરે 25 વર્ષ પહેલા એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, પરંતુ આ પછી બંને વચ્ચે કોઈ સંપર્ક રહ્યો નહોતો. ઘણા સમય પછી આમિરની પિતરાઈ બહેન નુઝહત ખાન દ્વારા બંને ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યા. જ્યારે ફરીથી વાતચીત શરૂ થઈ, ત્યારે ધીમે-ધીમે બંને વચ્ચે નજીકતા વધવા લાગી અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. હવે ગૌરી અને આમિર પોતાના સંબંધને નવું નામ આપવા જઈ રહ્યા છે.

જ્યારે ગૌરી સ્પ્રેટને દુનિયાની સામે લાવ્યો આમિર ખાન

આમિર ખાને 2025માં પોતાના 60મા જન્મદિવસ પર પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટને બધાની સામે લાવીને ફેન્સને ચોંકાવી દીધા હતા. મુંબઈમાં મીડિયાકર્મીઓ સાથે એક ખાનગી સમારોહમાં આમિરે પોતાના સંબંધને કન્ફર્મ કર્યો હતો.

આમિર ખાનના લગ્ન અને છૂટાછેડા

આમિર ખાનના 1986માં પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. તેમના બે બાળકો છે- ઇરા ખાન અને જુનૈદ ખાન. જો કે બંનેના છૂટાછેડા 2002માં થઈ ગયા હતા. બાદમાં આમિર ખાને 2005માં ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને 2021માં તેમના પણ છૂટાછેડા થઈ ગયા. આ જોડીનો એક પુત્ર આઝાદ છે. જણાવી દઈએ કે આમિર ખાનના પોતાની બંને એક્સ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ સાથે સારા સંબંધો છે.

આ પણ વાંચો-ગ્લેમરથી લઈને જેલના સળિયા પાછળ સુધી... કાયદાના સકંજામાં ફસાઈ ચૂકી છે બોલીવુડની આ ટોપ એક્ટ્રેસીસ!

  • Follow us on: