સાથ નિભાના સાથિયા ફેમ અભિનેત્રી જિયા માણેક લગ્નના બંધને બંધાઈ ગઈ છે. તેણીએ એક ખાનગી સમારંભમાં વરુણ જૈન સાથે લગ્ન કર્યા છે. જિયાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નની જાહેરાત કરી હતી અને હવે તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જિયા માણેક દુલ્હનના રૂપમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તે તેના પતિના હાથમાં પ્રમથી પોઝ આપતી જોવા મળી રહી છે. 

જીયા માણેકે કર્યા લગ્ન

જીયા માણેક લગ્નની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, ભગવાન અને ગુરુની કૃપા અને પ્રેમથી અમે હંમેશા માટે એકસાથે થઈ રહ્યા છીએ. હાથમાં હાથ, દિલથી દિલ. અમે બે મિત્રો હતા અને આજે અમે પતિ-પત્ની બન્યા છીએ. આ દિવસને ખાસ બનાવનારાઓના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે હું ખૂબ આભારી છું. હાસ્ય, યાદો, સાહસો અને શ્રી અને શ્રીમતી જીયા અને વરુણ તરીકે હંમેશા સાથે.


અભિનેત્રી લાગી સુંદર

સાથ નિભાના સાથિયા ફેમ અભિનેત્રી જિયા માણેક ફોટોમાં ગોલ્ડન સાડીમાં જોવા મળી રહી છે. સાથે જ તેણે ઘરેણાથી પોતાનો લુક સુંદર બનાવ્યો હતો. તેણે માંગ ટિક્કા, ભારે ગળાનો હાર અને કમરબંધ, કાનની બુટ્ટીઓ અને લાલ બંગડીઓ પહેરી હતી. તેણે ગજરાથી તેની હેરસ્ટાઇલ પૂર્ણ કરી છે. જીયા માણેક દુલ્હન તરીકે ખૂબ જ ખુશ અને સુંદર દેખાતી હતી.

જીયા માણેકના કયાં ધર્મના આધારે થયા લગ્ન?

તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, જિયા માણેક અને વરુણ જૈનના ભૂત શુદ્ધિ લગ્ન થયા હતા. તમને જણાવી દઈએ કે આ યોગ કાળની સૌથી પ્રાચીન લગ્ન પદ્ધતિ છે. ભૂત શુદ્ધિ લગ્ન એ શરીરમાં હાજર પાંચ તત્વોને યોગ્ય રીતે ગોઠવવાની પ્રક્રિયા છે. જિયા માણેકની વાત કરીએ તો તેણે સાથ નિભાના સાથિયા, તેરા મેરા સાથ રહે, જીની ઔર જુજુ અને મનમોહિની જેવા શો કર્યા છે. તેને સાથ નિભાના સાથિયાથી નામ અને ખ્યાતિ મળી. તે પોતાના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે.

  • Follow us on: