રક્ષાબંધનને પૂરા થયાને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક એવી તસવીર સામે આવી છે, જેને જોઈને ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. ગોવિંદા અને સુનિતા આહુજાની દીકરી ટીના આહુજાએ રક્ષાબંધનના અવસરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રક્ષાબંધન બાદ શેર કરવામાં આવેલી આ તસવીરોમાં આખો પરિવાર સાથે ખુશ જોવા મળી રહ્યો છે. તસવીરમાં એક વાતની કમી દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે, તો બીજી તરફ સુનિતા આહુજા પોતાના ભાણેજ-ભાણેજી કૃષ્ણા અને આરતી સાથે જોવા મળી રહી છે. ઝઘડો ખતમ થયા બાદ પહેલીવાર આખો પરિવાર સાથે જોવા મળ્યો છે, જેને જોઈને લોકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે.

પરિવારના રક્ષાબંધન સેલિબ્રેશનમાં ગોવિંદા ગેરહાજર

તસવીરો અને વીડિયોમાં ગોવિંદાની દીકરી ટીના આહુજા પોતાના ભાઈ યશવર્ધન આહુજા અને કઝિન્સ કૃષ્ણા અભિષેક તથા આરતી સિંહ સાથે તહેવાર ઉજવતી જોવા મળી રહી છે. ટીનાએ તસવીરો સાથે અમારી વાળી રાખી સેલિબ્રેશન્સ! કેપ્શન લખ્યું છે. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે ભાણેજ-ભાણેજી સાથે હવે સુનિતા આહુજાના સંબંધો સારા થઈ ગયા છે. આ ઉજવણીથી બોલીવુડ સુપરસ્ટાર ગોવિંદા સંપૂર્ણપણે ગાયબ રહ્યા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના પારિવારિક સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

પરિવાર સાથે જોવા ન મળ્યા ગોવિંદા

એક તરફ આખો પરિવાર સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતો જોવા મળ્યો, તો બીજી તરફ ગોવિંદા સાથે જોવા મળ્યા નહીં, જેના કારણે ફરી સવાલો ઊભા થયા છે. જોકે, ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. થોડા સમય પહેલાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર કોલ્ડ વોર પણ ચાલી રહી હતી. સુનિતાએ ગોવિંદાની આગામી ફિલ્મની હિરોઈન પર સવાલ ઉઠાવ્યા હતા, તો ગોવિંદાએ કહ્યું હતું કે પત્નીએ પોતાની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. હવે લોકોનું કહેવું છે કે આ ઝઘડાને કારણે જ ગોવિંદાએ પોતાના જ ઘરની આ ઉજવણીથી અંતર રાખ્યું.
https://www.instagram.com/p/Dcq4QNVlDam/?utm_source=ig_web_copy_link&igsi=NTc4MTIwNjQ2YQ==

તાજેતરમાં માહિતી સામે આવી હતી કે સુનિતા આહુજાએ ગોવિંદા વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે. ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદ ગોવિંદા તરફથી એક જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, જેમાં મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી આપવામાં આવી હતી.

ભાણેજ સાથે વર્ષો બાદ થયું પેચ-અપ

કૃષ્ણા અભિષેક અને સુનિતા આહુજા વચ્ચે 14 વર્ષના લાંબા સમય બાદ પેચ-અપ થયું છે. બંને વચ્ચે અણબનાવની શરૂઆત લગભગ 2010-2016 દરમિયાન થઈ હતી, જે સમય જતાં વધુ ગંભીર બનતી ગઈ. એપ્રિલ 2026માં રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ’ના સેટ પર સુનિતા આહુજા અચાનક પહોંચી હતી, જ્યાં તેણે કૃષ્ણા અને કાશ્મીરા શાહને ગળે લગાવ્યા હતા.

આ પણ વાંચો-Gujarati Cinemaની જાણીતી એક્ટ્રેસ માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરી, ગુમ થયાની હતી ચર્ચાઓ!