બોલીવુડ અભિનેતા ગોવિંદા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. એવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોવિંદા પત્ની સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી છે અને બને ગમે ત્યારે અલગ થઈ શકે છે પરંતુ હવે ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગણેશ ચતુર્થીના દિવસે કપલ સાથે જોવા મળ્યું હતું અને તમામ અફવાઓને ફગાવી દીધી હતી.
ગોવિંદા અને સુનિતાએ ફગાવી તમામ અફવાઓ
ગોવિંદા અને સુનિતા પોતાની છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. ગોવિંદાને તેમના અભિનયને કારણે ફેન્સ ખૂબ પસંદ કરે છે. ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે ગોવિંદાએ મીડિયાની સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મહિલાઓને પુરુષોનું ભાગ્ય ગણાવી હતી. હકીકતમાં ગોવિંદા અને તેમની પત્ની સુનિતા ગણેશ ચતુર્થીના દિવસે સાથે જોવા મળ્યા હતા બંનેએ ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને મીડિયા સાથે પણ વાત કરી હતી અને તેમના સંબંધો લઈ જગજાહેર ખુલાસો કર્યો હતો.
ગોવિંદાએ છૂટાછેડાની અફવાઓ વચ્ચે આપી આ પ્રતિક્રિયા
ગોવિંદાએ સ્ત્રીઓ અંગે ખાસ નિવેદન આપ્યું હતું કે, 'મને જે મળ્યું છે તે મારી ઓકાત નથી, મને તે મારી માતાના આશીર્વાદને કારણે મળ્યું છે. તેમણે સ્ત્રીઓ વિશે એમ પણ કહ્યું હતું કે, તમે મને ક્યારેય કોઈ સ્ત્રીનો વિરોધ કરતા જોશો નહીં.' તેમણે પુરુષો અને સ્ત્રીઓ વિશે કર્મ અને ભાગ્ય વિશે વાત કરી અને કહ્યું કે, તમે ગમે તેટલું મોટું સ્ટારડમ મેળવો. ગમે તેટલા પૈસા કમાઓ. ભગવાને પુરુષોને કર્મ આપ્યું છે પરંતુ ભાગ્યની દેવી હંમેશા સ્ત્રી જ હોય છે.'
જાણો સુનિતા આહુજાએ છૂટાછેડા પર શું કહ્યું?
તમને જણાવી દઈએ કે, ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ એક દાવા બાદ સતત ફલાઈ રહી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સુનિતા આહુજાએ 5 ડિસેમ્બર 2024 ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જોકે, ગોવિંદાની પત્ની સુનિતાએ બધું સ્પષ્ટ કર્યું અને કહ્યું કે, જો કંઈક થયું હોત, તો અમારી વચ્ચે અંતર હોત તો આજે અમે આટલા નજીક ન હોત. તેણીએ એમ પણ કહ્યું કે ભગવાન પણ તેમને અલગ કરી શકતા નથી. મારો ગોવિંદા ફક્ત મારો છે, બીજા કોઈનો નહીં. જ્યાં સુધી આપણે પોતે કંઈક ન કહીએ ત્યાં સુધી કૃપા કરીને આવી વાતો ન કહો.