બોલીવુડના લોકપ્રિય સ્ટાર ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા છેલ્લા ઘણા મહિનાઓથી સમાચારમાં છે. બંને વચ્ચે મતભેદોના સતત અહેવાલો આવી રહ્યા છે. હાલમાં ગોવિંદા અને સુનિતા આહુજાએ ગણેશ ચતુર્થી સાથે ઉજવીને ઘણા લોકોને ચૂપ કરાવી દીધા હતા. હવે કરવા ચોથના અવસર પર સુનિતા આહુજાએ તેના પતિ ગોવિંદા તરફથી મળેલી ભેટનો ખુલાસો કર્યો છે. અભિનેતાએ તેની પત્નીને એક મોટો સોનાનો હાર ભેટમાં આપ્યો હતો. સુનિતા આહુજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે.


ગોવિંદાએ સુનિતા આહુજાએ આપી સોનાના હારની ભેટ!

ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં સુનિતા આહુજાએ પોતાના બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટામાં તે ભારે સોનાનો હાર પહેરેલી જોવા મળે છે. બીજા ફોટામાં તે હાથમાં હાર પકડીને તેને બતાવી રહી છે. સુનિતા આહુજાએ પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, 'સોનું, આટલું બધું સોનું! ગોવિંદા... મારી કરવા ચોથની ભેટ આવી ગઈ છે.' લોકો તેની પોસ્ટ પર રમુજી ટિપ્પણીઓ કરી રહ્યા છે.


સુનિતા આહુજાની પોસ્ટ પર રમુજી ટિપ્પણીઓ

સુનિતા આહુજાની પોસ્ટ પર એક યુઝરે લખ્યું હતું કે, આ 50 તોલા છે કે 500 તોલા? બીજા યુઝરે લખ્યું હતું કે, આવકવેરા વિભાગના લોકો જોઈ રહ્યા છે. તો અન્ય એ જણાવ્યું કે, જો તમે મને આ સોનું આપ્યું હોત તો મારું જીવન સેટ થઈ ગયું હોત. તો અન્ય લોકોએ પ્રતિક્રિયા આપી છે કે, એવું લાગે છે કે દુબઈથી બધુ સોનું અહીં આવી ગયું છે.


ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્નને 38 વર્ષ થયા 

ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્ન 1987માં થયા હતા. તેમની એક પુત્રી ટીના અને એક પુત્ર યશવર્ધન છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે ગોવિંદા અને સુનિતા આહુજા છૂટાછેડા લેવાના છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેતાનું અફેર ચાલી રહ્યું હતું અને તેના કારણે તેની પત્નીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે, સુનિતા આહુજાએ આ અટકળોને ફગાવી દીધી હતી.

  • Follow us on: