બોલીવુડ એક્ટર ગોવિંદા સતત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આજકાલ તેમનું નામ એક્ટ્રેસ કોમલ રાની સાથે જોડાઈ રહ્યું છે. બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા અને તેમના અફેરના સમાચારો પણ આવ્યા છે. ડેટિંગની અફવાઓ વચ્ચે હવે બંને એકબીજાની નજીક જોવા મળ્યા છે. ગોવિંદા અને કોમલ સાથે એક ફિલ્મ કરી રહ્યા છે, જેની પહેલી ઝલક સામે આવી ચૂકી છે.

રૂપાની પહેલી ઝલક આઉટ

ગોવિંદાએ થોડા દિવસો પહેલાં કોમલ રાની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને બોલીવુડમાં પોતાના કમબેકની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ 2 ફિલ્મો લઈને આવી રહ્યા છે અને તેમાંથી એકનું નામ રૂપા છે. આ એક વુમન સેન્ટ્રિક ફિલ્મ છે જેમાં ગોવિંદા, કોમલ સાથે જોવા મળશે.
https://www.instagram.com/reel/Dd-grEYqrrT/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

કોમલ રાનીએ હાલમાં જ ફિલ્મ રૂપાની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફિલ્મનું એક પોસ્ટર શેર કરીને જણાવ્યું કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ થિયેટરોમાં આવશે. આમાં ગોવિંદા અને કોમલ રાની રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી એક પોસ્ટમાં પણ બંનેનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. ગોવિંદાએ કોમલને કમરથી પકડી રાખી છે અને બંને હસતા જોવા મળે છે. જેમાં ગોવિંદા બ્લેક પેન્ટ અને વ્હાઈટ કોટમાં જોવા મળી રહ્યા છે, તો કોમલે બ્લુ કલરની સાડી પહેરી રાખી છે.
https://www.instagram.com/reel/Dd-dz1uqhL8/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

રૂપાના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને રાઈટર પણ છે ગોવિંદા

રૂપામાં માત્ર ગોવિંદા એક્ટ્રેસ કોમલ રાની સાથે લીડ રોલમાં જોવા મળશે એટલું જ નહીં, પરંતુ આ માટે તેમણે વધુ મોટી જવાબદારીઓ પણ સંભાળી છે. આ ફિલ્મને ડિરેક્ટ પણ ગોવિંદા પોતે જ કરી રહ્યા છે અને તેના પ્રોડ્યુસર પણ તેઓ જ છે. આ સિવાય ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે.

7 વર્ષ પછી થશે ગોવિંદાનું કમબેક

ગોવિંદા 7 વર્ષથી મોટા પડદાથી દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ રંગીલા રાજા વર્ષ 2019માં આવી હતી જે બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી. હવે રૂપા દ્વારા તેઓ દમદાર વાપસી કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ પણ વાંચો-Megastar : 'ઊભા થવામાં થોડી તકલીફ... 'KBC 18ના સેટ પર લપસી પડ્યા હતા બિગ બી, એક્ટરે આપ્યું હેલ્થ અપડેટ