સુનીતા આહૂજા પોતાના પતિ ગોવિંદા વિશે ઘણી એવી વાતો કરતી જોવા મળે છે, જેને સાંભળ્યા પછી લોકો ઘણી વાર ચોંકી જાય છે. તેને લઈને ઘણી વાર એવી અટકળો પણ ચાલતી રહે છે કે બંને વચ્ચે લાંબા સમયથી કંઈક બરાબર નથી ચાલી રહ્યું. સુનીતા આહૂજાએ ગોવિંદાની આવનારી ફિલ્મો અને તેની લીડ એક્ટ્રેસને લઈને કેટલીક એવી વાતો કહી હતી, જેના પર હવે ગોવિંદાએ પણ પોતાનું મૌન તોડ્યું છે. ગોવિંદાને તેની ફિલ્મની એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર સાથે 2 વખત જોવા મળ્યો હતો. ત્યારબાદ સુનીતા આહૂજાએ 2 વખત વાત કરતી વખતે ગોવિંદા પર કટાક્ષ કર્યો હતો. હવે તેના પર એક્ટરનું રિએક્શન આવ્યું છે. આ સાથે ગાળો આપવા અંગેની વાત પર પણ ગોવિંદાએ પોતાનું મંતવ્ય આપ્યું છે.
એક પણ કસર બાકી રાખી રહી નથી...
ગોવિંદાએ પાપારાઝી પેજ સાથે વાત કરતા કહ્યું, દેશના તમામ મોટા કલાકારોએ યુવાન છોકરીઓ સાથે કામ કર્યું છે. તમે એક પણ કસર બાકી રાખી રહ્યાં નથી કે હું લોકોના દિલમાંથી ઉતરી જાઉં. નામ, સન્માન અને પૈસા બધું મળ્યું છે. ઉપરવાળાએ આપ્યું છે. તેનો અર્થ એ નથી કે જેની પાસે નથી તેને તમે અપમાનિત કરો. તમે થોડી હદમાં રહો.
https://www.instagram.com/reel/DcEdL55zTqx/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
