ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હવે માત્ર મનોરંજન પૂરતું જ ન રહીને સંસ્કૃતિ અને સંસ્કારના સંદેશાવહક બની રહ્યો છે. આવી જ એક ફિલ્મ આવી રહી છે 'ગોતી લો'. આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર 16 જૂન 2025ના રોજ રિલીઝ થઇ ગયું છે. ગોતી લો ફિલ્મનું દિગ્દર્શન દીપક અંતાણી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પારિવારિક ભાવનાઓ અને બાળપણની રમતોને જીવંત બનાવે છે.


[[$googlead]]

ગોતી લો ફિલ્મમાં જાણીતા કલાકારો મકરંદ અન્નપૂર્ણા, માનવ રાવ, મનોજ જોશી, દિપેન રાવલ, રવિ ઓમપ્રકાશ રાવ અને જ્હાનવી પટેલ મુખ્ય ભૂમિકામાં છે. ખાસ કરીને મનોજ જોશીનું પાત્ર "દાદા" તરીકે ખૂબ પ્રભાવશાળી હોવાનું ટ્રેલરમાં જોવા મળે છે. ગોતી લો ફિલ્મ 27 જૂન 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં માત્ર મનોરંજન નહિ, પણ એક સામાજિક સંદેશ પણ છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં કરવામાં આવ્યું છે.

સ્ક્રીનથી નહિ હો દિલથી ટચમાં હોય: મનોજ જોશી

[[$alsoread]]

ફિલ્મ 'ગોતી લો' એક એવી વાર્તા છે, જ્યાં શહેરની દોડધામમાંથી બહાર આવીને ગામડા તરફ જતી એક પરિવારની સફર છે. ‘ગોતી લો’ ફિલ્મનો વિષય અત્યંત રસપ્રદ છે. તેમાં ત્રણપેઢી વચ્ચેની વાત છે. પરિવારના બાળકો જ્યારે ટેક્નોલોજી અને મોબાઇલમાં ખોવાય ગયેલા છે ત્યારે તેઓ તેમના મૂળ ગામમાં પાછા ફરી છે. ત્યારે તેમને પરંપરાગત રમતો ગિલ્લી-દંડા, ભમરડો, અને ગોટી જેવી જૂની રમતો સાથે જોડાયેલા સંસ્કારોથી ફરીથી પરિચિત થાય છે. 'ગોતી લો' ફિલ્મ એ સંદેશ આપે છે કે ટેક્નોલોજી મહત્વપૂર્ણ છે, પરંતુ જીવનમાં અસલી આનંદ કુદરતી રમતો અને સંબંધોમાં છુપાયેલો છે. સાચું જીવન મોબાઈલથી નહીં પણ સાથે વિતાવેલા સમયથી બને છે. ફિલ્મના સંગીતનું નિર્માણ સમીર-માના દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું એક ગીત 'હું ને ચંદુ ચાના મના..' પહેલેથી જ લોકપ્રિય બન્યું છે.

27 જુન 2025 ના રોજ થિયેટરમાં થશે રિલીઝ

ગોતી લો ફિલ્મમાં પરંપરાગત રમતોના માધ્યમથી આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ દુનિયાની આકર્ષણ સામેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ગોતી લો ફિલ્મના ટ્રેલર જોયા પછી તમને બાળપણની યાદ જરૂર આવી જશે. બાળપણ ફરીથી જીવંત થતું હોય એમ લાગશે. 'ગોતી લો’ ફિલ્મનું પોસ્ટર અને ટાઈટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું છે. લોકોને ગીત પસંદ આવી રહ્યું છે. મોબાઈલની વર્ચ્યુઅલ સ્ક્રીનમાં હેન્ગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરતી આ ફિલ્મ જોવા લોકો આતુર છે. ‘ગોતી લો’ ફિલ્મ 27 જુન 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

  • Follow us on: