જ્યારે જીવનના માર્ગ પર દરેક વ્યક્તિ પોતાના સપનાઓ પાછળ દોડી રહ્યો છે, ત્યારે એક એવી જગ્યા છે જ્યાં આપણે હંમેશા પાછા ફરવા ઈચ્છીએ જે આપણું ઘર, આપણો પરિવાર. આવી રહી છે એક પારિવારિક ગુજરાતી ફિલ્મ 'સંઘવી એન્ડ સન્સ'. એવા જ સંવેદનાત્મક સંબંધો અને સમય સાથે બદલાતા પારિવારીક મૂલ્યોની વાત કરે છે આ ફિલ્મ. પરિવારથી મોટું સુખ કોઈ નથી, પારિવારિક મૂલ્યોની વાત કરતી અદ્ભુત સફર એટલે સંઘવી એન્ડ સન્સ ફિલ્મ.
ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ દ્વારા બનાવેલી ફિલ્મ 'સંઘવી એન્ડ સન્સ' પરિવારમાં પડતા તણાવ, ઉમટતી લાગણીઓ અને એકસાથે રહીને આગળ વધવાનો સંદેશ એકદમ સરળ, હળવો અને હ્રદયસ્પર્શી જાય તે રીતે રજૂ કરે છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. 'સંઘવી એન્ડ સન્સ' ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મનોજ જોશી, ધર્મેશ વ્યાસ, હિતેન તેજવાની, કોમલ ઠાકર, કિંજલ, ગૌરવ પાસવાલા અને આ સાથે અન્ય કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.
સંબંધોની સમજણથી જોડાય છે ઘર, જ્યાં પ્રેમ છે ત્યાં પરિવાર છે
ફિલ્મની કહાની એક પરિવાર પર છે. પિતા અને પુત્રો વચ્ચેની કહાની છે. સંઘવી પરિવાર ની વાત છે. એક પરંપરાગત કારોબારી કુટુંબ જેનો વ્યવસાય પિતા સંભાળી રહ્યા છે. જ્યારે પરિવારમાં પેઢી બદલાય છે, ત્યારે વિચારધારા, જીવનશૈલી અને સપનાઓમાં પણ તફાવત દેખાય છે. મોટા દીકરા માટે વ્યવસાય ધંધાની પરિભાષા અલગ છે, જ્યારે નાનો દીકરો આધુનિક વિચારો સાથે આગળ વધવા માંગે છે. આ ફક્ત ધંધાની વાત નથી અંહી સંબંધોની પણ વાત કરવામાં આવી છે. જ્યાં પિતાનું વર્ષોથી પીસાતું દાણું આજે ધંધો છે, ત્યાં દીકરાઓના સ્વપ્નો કંઈક મોટું કરવા માટે તડપે છે. જ્યારે ઘરના લોકોએ પણ કહ્યુ કે 'ઘર તૂટે છે', ત્યારે એ જ ઘરની દીકરીએ સમજાવ્યું કે 'સંબંધો તૂટતા નથી, સમજણ હોય તો. પ્રેમમાં સરપ્રાઇઝ છે, પણ ઘણી વાર એ પ્રેમ દુઃખ પણ આપી જાય છે અને એ જ દુઃખ શીખવે છે કે ઘર એકમાત્ર એવું સ્થાન છે જ્યાં આપણે પોતાના માટે નહિ, પરિવાર માટે જીવીએ છીએ. આ ફિલ્મ એ યાદ અપાવે છે કે સંબંધો માત્ર લાગણીથી જ નહીં, પણ સમજણથી સાચવવા પડે છે. અને ઘર તો એજ છે, જ્યાંથી તમે નીકળી શકો છો, પણ દિલ હંમેશા પાછું ત્યાં જ આવે છે. આ ફિલ્મનું એક ગીત પણ આવ્યું છે વરઘોડો, જે લોકો ને ખૂબ પસંદ આવી રહ્યું છે.
સંબંધો જાળવવા લાગણી સાથે સમજણ પણ હોવી ખૂબ જરૂરી
'સંઘવી એન્ડ સન્સ' એ પ્રેમ, જવાબદારી અને નવી દિશામાં પરિવારમાં સમજૂતી કેવી રીતે લાવવી એ બતાવતી સુંદર ફિલ્મ છે. આજે પણ કેટલાય એવા પરિવારો છે જ્યાં અલગ થવાના વિચારો હોય પરંતુ આ ફિલ્મ એ બતાવે છે કે સંબંધો નાજુક હોય છે પણ તૂટતાં નથી જો સમજણ હોય તો. પરિવાર એ જ છે કે જ્યાં પ્રેમ હોય છે અને એ જ પ્રેમમાં બલિદાન જ્યાં આપણે પોતાના માટે નહી પરિવાર માટે જીવીએ છીએ. 'સંઘવી એન્ડ સન્સ' ગુજરાતી ફિલ્મ 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થવાની છે.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.









