ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ વિશ્વભરમાં ઘણી ખ્યાતિ મેળવી છે અને હાલમાં તેઓ ઘણી મોટી ફિલ્મો બનાવી રહ્યા છે. હંસલ મહેતાએ એક મોટી સફળતા મેળવી છે અને તેઓ તેમની સીરીઝ ગાંધી ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થવા જઈ રહી છે. સફળતાની ખુશી વચ્ચે દિગ્દર્શક એક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમની સીરીઝના પ્રીમિયર માટે માત્ર 10 દિવસ બાકી છે અને તેમનો કેનેડિયન વિઝા હજુ સુધી આવ્યો નથી.


દિગ્દર્શક મોટી મુશ્કેલીમાં મુકાયા

હંસલ મહેતાએ આ મુશ્કેલીમાં સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મદદ માંગી છે. હંસલ મહેતાએ લખ્યું હતું કે, શું કોઈ મને દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશન તરફથી વિઝા મેળવવામાં મદદ કરી શકે છે? TIFF2025ના વર્લ્ડ પ્રીમિયરથી ફક્ત 10 દિવસ દૂર છે અને હજુ સુધી વિઝાના કોઈ સંકેત નથી. અમારા પાસપોર્ટ મોકલ્યાને 3 અઠવાડિયા થઈ ગયા છે. હંસલે આ પોસ્ટ લખ્યા બાદ ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હંસલ મહેતા આ મોટા કાર્યક્રમનો ભાગ બનવા માંગે છે પરંતુ અત્યાર સુધી તેમના ટોરોન્ટો જવા અંગે શંકા છે. સાથે જ તેમની સીરીઝની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. 

હંસલ મહેતા શેર કરી હતી ખુશખબર 

હંસલ મહેતાએ પોતાની આ સીરીઝની ખુશખબર શેર કરતી વખતે લખ્યું હતું કે, શ્રદ્ધાથી સુરક્ષિત કરાયેલું એક સાહસિક સ્વપ્ન હવે વૈશ્વિક સ્તરે ફેલાવા માટે તૈયાર છે. ગાંધીના વર્લ્ડ પ્રીમિયરને વર્ષ 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રાઇમ ટાઇમ સ્લેટમાં મૂકવામાં આવ્યું છે. TIFF માં દર્શાવવામાં આવેલી આ ઇતિહાસની પહેલી ભારતીય સીરીઝ છે. આ સીરીઝને શોની 50મી આવૃત્તિમાં સ્થાન મળ્યું છે જે ખૂબ જ વ્યક્તિગત છે અને ગંભીરતાથી તે સાર્વત્રિક છે. ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 4 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાશે.

ગાંધી સીરીઝ હંસલ મહેતા માટે મોટી સિદ્ધિ 

ગાંધી સીરીઝની વાત કરીએ તો, આ સીરીઝમાં અભિનેતા પ્રતીક ગાંધીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેઓ તેમાં મહાત્મા ગાંધીની ભૂમિકામાં દેખાયા છે. આ સીરીઝ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં છે અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ સિવાય અમર ઉપાધ્યાય, ટોમ ફેલ્ટન, ભામિની ઓઝા અને મોલી રાઈટ પણ જોવા મળશે. આ સીરીઝ હંસલ મહેતા માટે પણ એક મોટી સિદ્ધિ છે કારણ કે તે ભારતની પહેલી સીરીઝ છે જે ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી છે.


  • Follow us on: