હંસિકા મોટવાણીએ બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે છૂટાછેડા લઈ લીધા છે. છૂટાછેડા પછી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. રિપોર્ટ મુજબ, લગ્નના લગભગ 2 વર્ષ પછીથી જ હંસિકા પોતાના પતિથી અલગ રહેવા લાગી હતી.
હંસિકા અને સોહેલે આપસી સહમતિથી છૂટાછેડા લીધા
તે સમયે જ્યારે તેમના અલગાવની ખબર સામે આવી હતી ત્યારે અભિનેત્રીએ તેને માત્ર અફવા ગણાવી હતી. પરંતુ હવે જ્યારે તેમણે છૂટાછેડાની જાહેરાત કરી છે ત્યારે સ્પષ્ટ થઈ ગયું છે કે એ વાતો અફવા નહોતી, પરંતુ સાચી હતી. હંસિકા અને સોહેલે આપસી સહમતિથી Bandra Family Court માં છૂટાછેડા લઈ લીધા છે.
હંસિકાએ પોસ્ટમાં શું લખ્યું?
છૂટાછેડા અંગે હંસિકા અને સોહેલે હજુ સુધી કોઈ પબ્લિક સ્ટેટમેન્ટ આપ્યું નથી. છૂટાછેડાપછી અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું CHARDI KALA ALWAYS. જે લોકો આ શબ્દનો અર્થ નથી જાણતા તેમને જણાવી દઈએ કે આ એક સીખ ધાર્મિક વિચારધારા છે. તેનો અર્થ છે કે મુશ્કેલ પરિસ્થિતિ અને નકારાત્મકતા વચ્ચે પણ મજબૂત રીતે ઉભા રહેવું અને હિંમત ન હારવી.

આ પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીએ તેને પોતાની પર્સનલ લાઇફ સાથે સીધું જોડ્યું નથી. પરંતુ ફેન્સનું કહેવું છે કે હંસિકા ભલે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હોય, છતાં તેમણે હિંમત નથી હારી. અભિનેત્રીએ પોતાના પોસ્ટ દ્વારા ફેન્સને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જીવનમાં કેટલા પણ ઉતાર-ચઢાવ આવે, પરંતુ ડર્યા વગર આગળ વધવું જોઈએ.
હંસિકા અને સોહેલના લગ્ન
જ્યારે હંસિકા અને સોહેલના લગ્ન થયા હતા ત્યારે શરૂઆતના દિવસોમાં બંને એકસાથે ખૂબ ખુશ હતા. પરંતુ ધીમે ધીમે તેમના વચ્ચે મતભેદ શરૂ થયા અને પછી મોટા ઝગડા થવા લાગ્યા. અંતે બંનેએ આપસી સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો.હંસિકા અને સોહેલે 4 ડિસેમ્બર 2022ના રોજ લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો- Big B : નજીકના મિત્રના નિધનથી ભાવુક થયા અમિતાભ બચ્ચન, લખ્યું- જીવનમાં હવે એક ખાલીપો...!