વિશાલ ચતુર્વેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત હિન્દી આધ્યાત્મિક ડ્રામા ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી રહી છે. શોભિનવ સત્યા અને વિહાન શેડગેની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે માત્ર રૂ.10 લાખથી કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે આ ફિલ્મ 'સૈયારા' અને 'ધુરંધર' જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી રહી છે.

53મા દિવસનું કલેક્શન અને બોક્સ ઓફિસ આંકડા

રિલીઝના 53મા દિવસે પણ દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મે 4,298 શો દ્વારા 2.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

  • ભારતમાં કુલ ગ્રોસ કલેક્શન: રૂ.365.50 કરોડ
  • ભારતમાં કુલ નેટ કલેક્શન: રૂ.309.38 કરોડ
  • વિદેશમાં 53મા દિવસની કમાણી: રૂ.0.25 કરોડ
  • વિદેશમાં કુલ કમાણી: રૂ.38.75 કરોડ
  • વિશ્વભરમાં કુલ કલેક્શન (Worldwide Total): રૂ.404.25 કરોડ

પ્રારંભિક ધીમી શરૂઆત બાદ આટલી મોટી સફળતા મેળવવી એ 'હનુમાન અંશ' માટે એક અસાધારણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

ભારતની ટોચની 50 ફિલ્મોની યાદીમાં સ્થાન

53મા દિવસે વર્લ્ડ વાઈલ્ડ 400 કરોડની કમાણી સાથે 'હનુમાન અંશ' ટોચની 50 સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં સ્થાન મેળવી લીધું છે. બોક્સ ઓફિસ પર હનુમાન અંશની અધધ..કમાણીએ 'ક્રિશ 3' (393 કરોડ) અને 'ચેન્નઈ એક્સપ્રેસ' (392 કરોડ)ની પાછળ છોડી જયારે "3 ઇડિયટ્સ" (400 કરોડ) અને "કાંતારા" (401 કરોડ) ને ટક્કર આપવા હજુ મેદાને છે. ફિલ્મની ગતિને ધ્યાનમાં લેતા ટૂંક સમયમાં તે આંકડો પણ પાર કરી દેશે. જયારે ગત વર્ષે રજૂ થયેલ સૈયારા અને ધુરંધર જેવી ફિલ્મોને ધૂળ ચટાડી બોક્સ ઓફિસ પર જલવો બતાવી રહી છે.

બોક્સ ઓફિસ પર હનુમાન અંશનો જલવો

  • અઠવાડિયા 1 નું કલેક્શન રૂ.1.08 કરોડ
  • બીજા અઠવાડિયાનું કલેક્શન રૂ.0.40 કરોડ
  • ત્રીજા અઠવાડિયાનું કલેક્શન રૂ.10.40 કરોડ
  • ચોથા અઠવાડિયાનું કલેક્શન રૂ.61.00 કરોડ
  • પાંચમા અઠવાડિયાનું કલેક્શન રૂ.90.25 કરોડ
  • છઠ્ઠા અઠવાડિયાનું કલેક્શન રૂ.80.25 કરોડ
  • અઠવાડિયા 7 નું કલેક્શન રૂ.44.80 કરોડ
  • ભારતનો કુલ ચોખ્ખો સંગ્રહ રૂ.309.38 કરોડ

20 વર્ષના લાંબા સંઘર્ષ પછી 'હનુમાન અંશ'ની સફળતાએ બદલ્યુ નસીબ

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'હનુમાન અંશ'ની સફળતા ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક કંપોઝર ધીરેન્દ્ર મુલ્કલવાર માટે અત્યંત ખાસ છે. તેમના 20 વર્ષના લાંબા સંઘર્ષ અને રાહનો એક મજબૂત જવાબ છે. ધીરેન્દ્ર મુલ્કલવાર છેલ્લા બે દાયકાથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને 'ટોયલેટ: એક પ્રેમ કથા' જેવા મોટા પ્રોજેક્ટ્સનો પણ હિસ્સો રહી ચૂક્યા છે, પરંતુ એક સ્વતંત્ર ફિલ્મ સંગીતકાર (Independent Music Composer) તરીકે ઓળખ બનાવવા માટે તેઓ લાંબા સમયથી યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા. 

કૈચી ધામની મુલાકાત અને અણધાર્યો ચમત્કાર

રસપ્રદ વાત એ છે કે, જે ફિલ્મે તેમને આ સફળતા અપાવી તે ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી. ધીરેન્દ્ર લગભગ બે મહિના પહેલાં જ ઉત્તરાખંડ સ્થિત પ્રખ્યાત 'કૈચી ધામ'ની મુલાકાતે ગયા હતા. તે સમયે તેમને કોઈ અંદાજ નહોતો કે ડિરેક્ટર વિશાલ ચતુર્વેદી બાબાજી પર જ એક ફિલ્મ બનાવી રહ્યા છે. કૈચી ધામથી પાછા ફર્યા બાદ જ તેમને આ ફિલ્મનું પૃષ્ઠભૂમિ સંગીત (Background Score) તૈયાર કરવાની ઓફર મળી. ધીરેન્દ્ર આ ઘટનાને માત્ર એક સંયોગ નહીં પરંતુ સાક્ષાત ચમત્કાર માને છે.