નીમ કરોલી બાબાના દિવ્ય આશીર્વાદ અને તેમની પ્રેરણાદાયી જીવનકથા પર આધારિત ભક્તિમય ફિલ્મ 'હનુમાન અંશ' એ બોક્સ ઓફિસ પર એક નવો અને અદભુત ઇતિહાસ રચ્યો છે. રિલીઝ થયાના 31 દિવસ વીતી ગયા પછી પણ આ ફિલ્મે જે પ્રકારની કમાણી કરી છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ફિલ્મો રિલીઝ થયાના શરૂઆતના સપ્તાહમાં જ વધુ કમાણી કરતી હોય છે, પરંતુ 'હનુમાન અંશ' ફિલ્મે 31 મા દિવસે અત્યાર સુધીનું સૌથી મોટું કલેક્શન મેળવીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

કુલ કમાણી 122 રોડને પાર

ફિલ્મ વિશ્લેષકો અને બોક્સ ઓફિસ ડેટા અનુસાર, રવિવારે ૩૧મા દિવસે આ ફિલ્મે ભારતમાં માત્ર 7,077 સ્ક્રીન અથવા શોમાંથી આશ્ચર્યજનક રીતે 22.75 કરોડ રૂપિયાનું કલેક્શન હાંસલ કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ નેટ કલેક્શન વધીને 122.13 કરોડ રૂપિયા અને ગ્રોસ કલેક્શન 144.40 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ખાસ કરીને 31 મા દિવસે ફિલ્મની કમાણીમાં37.9 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, જે ફિલ્મી દુનિયામાં એક અસાધારણ બાબત છે. આ ફિલ્મે તેના મૂળ બજેટ કરતાં ૬૧ ગણી વધુ કમાણી કરીને સાબિત કરી દીધું છે કે દર્શકોને આધ્યાત્મિક અને શ્રદ્ધાથી સભર કથાઓ ખૂબ પસંદ આવી રહી છે.

ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ સિક્વલની જાહેરાત

ફિલ્મના શ્રુતિબદ્ધ કલેક્શન પર નજર કરીએ તો, શરૂઆતના દિવસોમાં ફિલ્મે ધીમી શરૂઆત કરી હતી. પહેલા અઠવાડિયામાં 1.08 કરોડ અને બીજા અઠવાડિયામાં 0.40 કરોડનું કલેક્શન નોંધાયા બાદ, ત્રીજા અઠવાડિયામાં તે વધીને10.40 કરોડ પર પહોંચ્યું હતું. ચોથા અઠવાડિયામાં આ ફિલ્મે જબરદસ્ત વેગ પકડ્યો અને 61.00 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ ૨૯મા દિવસે 10 કરોડ, 30 મા દિવસે 16.50 કરોડ અને ૩૧મા દિવસે સર્વોચ્ચ 22.75 કરોડ રૂપિયા કમાઈને ફિલ્મે ઇતિહાસ રચી દીધો છે. હવે ચાહકો આ ફિલ્મના આગામી 11 સપ્ટેમ્બરે વિશ્વભરમાં થનાર રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હનુમાન અંશ વિશે

ડૉ. વિશાલ ચતુર્વેદી દ્વારા અત્યંત સુંદર રીતે લખાયેલ, દિગ્દર્શિત અને નિર્મિત આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે શોભિનવ સત્ય અને ચંદન આનંદે શાનદાર અભિનય કર્યો છે. નીમ કરોલી બાબાની પવિત્ર વાર્તાને દર્શકોએ અપાર પ્રેમ આપ્યો છે અને આ સફળતાને જોઈને નિર્માતાઓએ આ ફિલ્મની સિક્વલ લાવવાની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચોઃ Miss World 2026 : ઝોહેરી મોલે જીત્યો વિશ્વ સુંદરીનો તાજ! ભારતની નિકિતા પોરવાલ ટોપ 20માંથી થઈ બહાર