ડિવોશનલ ડ્રામા હનુમાન અંશ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે બોક્સ ઓફિસ કમાણીના મામલે સૌને ચોંકાવી દીધા છે.
બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી
કોઈમોઈના જણાવ્યા મુજબ, ફિલ્મે પહેલા અઠવાડિયામાં 1.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં ફિલ્મની કમાણી ઘણી ઘટી ગઈ હતી. ફિલ્મે માત્ર 40 લાખ રૂપિયા કમાયા હતા. બીજા અઠવાડિયામાં ફિલ્મના શો પણ ઘટાડવામાં આવ્યા હતા. 15મા દિવસે ફિલ્મે 15 લાખ રૂપિયા કમાયા. ત્યારબાદ 16મા દિવસથી ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળ્યો. ફિલ્મે 85 લાખ રૂપિયાની કમાણી કરી. 17મા દિવસે ફિલ્મે 2.2 કરોડ રૂપિયાની કમાણી કરી. 18મા દિવસે 1.2 કરોડ રૂપિયા કમાયા. 19મા દિવસે ફિલ્મે 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે 20મા દિવસે ફિલ્મે 1.65 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી.
હનુમાન અંશએ બજેટ વસૂલ્યું
ફિલ્મની કુલ નેટ કમાણી 10.08 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ક્લીન સક્સેસ બની ગઈ છે. કોઈમોઈના જણાવ્યા મુજબ, ફિલ્મ 10 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને હવે 20 દિવસમાં ફિલ્મે પોતાનું બજેટ વસૂલ કરી લીધું છે. ફિલ્મ સેફ ઝોનમાં પહોંચી ગઈ છે અને થોડો નફો પણ કમાઈ લીધો છે.
હનુમાન અંશએ બનાવ્યો ખાસ રેકોર્ડ
આ સાથે ફિલ્મ ઈદ-એ-મિલાદની રજા દરમિયાન હિન્દી ભાષામાં સૌથી સારું પ્રદર્શન કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. ટોક્સિક પહેલા સ્થાન પર છે. યશની મોટા બજેટની ટોક્સિક રિલીઝ થઈ હોવા છતાં હનુમાન અંશની કમાણી પર તેની ખાસ અસર જોવા મળી નથી. ટોક્સિકએ હિન્દી ભાષામાં 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મનું ડિરેક્શન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. ફિલ્મમાં ચંદન આનંદ, રાજીવ મિશ્રા, ઋષિકેશ દુબે, હન્ની બક્ષી અને ઋષિ પાઠક જેવા કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મની કહાની અને ગીતોને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો-Neha Dhupiaએ કરણ જોહરને 3 વખત લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ! એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો