ડિવોશનલ ફિલ્મ હનુમાન અંશનો સિનેમાઘરોમાં દબદબો જોવા મળી રહ્યો છે. હવે તો ફિલ્મ વિદેશોમાં પણ પોતાની હાજરી નોંધાવી ચૂકી છે. ખૂબ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે ધીમી શરૂઆત બાદ જ્યારે ઝડપ પકડી ત્યારે મોટો કમાલ કરી બતાવ્યો. ફિલ્મનું કલેક્શન જોરદાર રહ્યું છે અને તેની કમાણી સતત વધી રહી છે. ફિલ્મે રિલીઝના 37મા દિવસે 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પોતાનામાં જ અદ્ભુત છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં કોઈ પણ ભાષાની એવી ફિલ્મ રહી નથી, જેણે રિલીઝના 37મા દિવસે આટલી કમાણી કરી હોય.

37મા દિવસે કમાણીનો ધમાકો

ઘણી ફિલ્મોનું લાઈફટાઈમ કલેક્શન પણ એટલું હોય છે, જેટલું હનુમાન અંશે 37મા દિવસે કમાઈ લીધું છે. જે રીતે ફિલ્મની કમાણી ચાલી રહી છે, તે જોતા રવિવારે ફિલ્મ 20 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી શકે છે. 

હનુમાન અંશે કેટલી કમાણી કરી?

હનુમાન અંશ ફિલ્મે રિલીઝના 37મા દિવસે એટલે કે 6ઠ્ઠા શનિવારે 18.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું આ કલેક્શન ચોંકાવનારું છે. સેકનિલ્કના રિપોર્ટ મુજબ ફિલ્મનું નેટ કલેક્શન 192.13 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે તેનું ગ્રોસ કલેક્શન 227 કરોડ રૂપિયા થઈ ગયું છે.

વિદેશમાં પણ ફિલ્મનો ધમાકો

ફિલ્મે વિદેશોમાંથી પણ મોટી કમાણી કરવાનું શરૂ કરી દીધું છે. થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મને ઈન્ટરનેશનલ માર્કેટમાં રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મે વિદેશોમાંથી પણ 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 236.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મની કમાણી જે રીતે ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ફિલ્મ જલ્દી સિનેમાઘરોમાંથી હટવાની નથી. હવે એ સવાલ પણ ચર્ચામાં છે કે શું આ ફિલ્મ 500 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકશે.

ડિવોશનલ ફિલ્મોનો સમય

છેલ્લા કેટલાક સમયથી ઘણી ડિવોશનલ ફિલ્મો રિલીઝ થઈ છે, જેણે પોતાના કલેક્શનથી લોકોને ચોંકાવી દીધા છે. એનિમેટેડ 3D ફિલ્મ મહાવતાર નરસિંહાએ પણ ખૂબ સારું કલેક્શન કર્યું હતું અને પોતાના બજેટ કરતાં અનેક ગણું વધારે કમાઈ બતાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે પણ ખૂબ જોરદાર કમાણી કરી હતી. હવે હનુમાન અંશ ફિલ્મનો જલવો દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. લોકો પરિવાર સાથે આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરો તરફ જઈ રહ્યા છે. આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા લોકો ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ આ ફિલ્મમાં રસ દાખવી રહ્યા છે.

આ પણ વાંચો-Web Series : 5 સીઝન, 59 એપિસોડ અને 43 દેશો! Netflixની આ વોર સીરિઝે વિશ્વભરમાં મચાવી ધૂમ!