દિવાળી 2026નો તહેવાર છે અને આજે દેશભરમાં ધનતેરસ ઉજવવામાં આવી છે. આ ખાસ દિવસે લોકોએ પૂજા-અર્ચના કરી, ત્યારે મનોરંજન જગતમાં પણ ભક્તિની એક મોટી જાહેરાત કરવામાં આવી, તે પણ OTT પ્લેટફોર્મ પર. હનુમાન અંશ ફિલ્મની OTT રિલીઝની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ધનતેરસના દિવસે દર્શકો માટે આ એક શાનદાર સરપ્રાઈઝ સમાન છે.
વિવાદો વચ્ચે OTT રિલીઝની સત્તાવાર જાહેરાત
વાસ્તવમાં ધનતેરસના ખાસ તહેવારે હનુમાન અંશની OTT રિલીઝ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવીછે, જ્યારે તેના OTT રાઇટ્સને લઈને અગાઉ મોટો વિવાદ ચાલી રહ્યો હતો. તેવામાં આ જાહેરાત બાદ દર્શકો અને ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

OTT પર ક્યારે અને ક્યાં જોઈ શકાશે હનુમાન અંશ?
હનુમાન અંશ ફિલ્મ 91 દિવસો સુધી સિનેમાઘરોમાં ચાલી અને ધમાકેદાર કમાણી કરી, જેના પછી હવે તે OTT પર પણ દસ્તક આપવા તૈયાર છે. તેની OTT રિલીઝની જાહેરાત સોની લિવ (Sony LIV) પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી છે. સોની લિવના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ફિલ્મનું એક ટીઝર શેર કરીને તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મને દર્શકો 27 નવેમ્બરથી OTT પર જોઈ શકશે. આ અપડેટ સામે આવ્યા બાદ ફિલ્મ માટે દર્શકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે.

હનુમાન અંશ ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી?
હનુમાન અંશ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, તેનું ભારતમાં નેટ કલેક્શન 342.74 કરોડ રહ્યું હતું, જ્યારે ફિલ્મનું ભારતનું ગ્રોસ કલેક્શન 404.41 કરોડ થયું હતું. બીજી તરફ, ફિલ્મે વિશ્વભરમાં 91 દિવસો દરમિયાન 453.21 કરોડનો તોતિંગ બિઝનેસ કર્યો હતો. કોઈમોઈના અહેવાલ મુજબ, આ ફિલ્મનું બજેટ માત્ર 1.8 કરોડ હતું. બજેટ અને કમાણીના ગુણોત્તર મુજબ આ ફિલ્મ વર્ષ 2026ની બોલીવુડની સૌથી વધુ નફો રળી આપનારી (મોસ્ટ પ્રોફિટેબલ) ફિલ્મ સાબિત થઈ છે.

મેકર્સ વચ્ચેના વિવાદ બાદ થઈ રિલીઝ ડેટની જાહેરાત
થોડા દિવસો પહેલાં જ હનુમાન અંશ ફિલ્મના મેકર્સ વચ્ચે રાઇટ્સને લઈને વિવાદ સામે આવ્યો હતો. એક કરતાં વધુ પ્રોડ્યુસર્સ હોવાને કારણે નફાની વહેંચણી અંગે મતભેદો થયા હોવાના અહેવાલો આવ્યા હતા. નમ્રતા જી સિંહ અને ફિલ્મના ડિરેક્ટર ડો. વિશાલ ચતુર્વેદીએ સ્વંભૂ મીડિયા નેટવર્ક દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ફિલ્મના રાઇટ્સ, ડિસ્ટ્રિબ્યુશન તેમજ કોમ્યુનિકેશન સાથે જોડાયેલી સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી. સાથે જ અન્ય લોકોની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી હતી. આ તમામ વિવાદો વચ્ચે હવે આખરે તેની OTT રિલીઝની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે.
આ પણ વાંચો-Bigg Boss 20 : કાશવી હિરાનંદાનીએ સ્કાઉટ OP સાથે કરી લીધું બ્રેકઅપ? લાઈવ સ્ટ્રીમમાં આપી મોટી હિન્ટ!