બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા ઘણીવાર પોતાના બોલ્ડ લુક અને સ્ટાઈલિશ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. હવે ઈશા ગુપ્તાએ એ દિવસો યાદ કર્યા જ્યારે તેના અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના ડેટિંગની અફવાઓ બી-ટાઉટનમાં ચર્ચાનો વિષય બન્યા હતા. બંનેમાંથી કોઈએ પણ આ અંગે ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. ઘણા વર્ષો બાદ અભિનેત્રી ઈશાને હાર્દિક સાથેના સબંધો અંગે ખુલાસો કર્યો હતો અને ડેટિંગની અફવાઓને સત્ય ગણાવી હતી.

અમે થોડા મહિનાઓ વાત કરી

ઈશા ગુપ્તાએ એક ઈન્ટરવ્યુંમાં ડેટિંગ સમાચાર અને હાર્દિક પંડ્યા સાથેના અફેર વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'હા, અમે થોડા સમયથી વાત કરી રહ્યા હતા. મને નથી લાગતું કે અમે ડેટિંગ કરી રહ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે, અમારા સબંધો ડેટિંગ સ્ટેજ પર પહોંચતા પહેલા જ તે સમાપ્ત થયા હતા. તેથી તેને ડેટિંગ કર્યું ન કહેવાય. અમે એક કે બે વાર મળ્યા અને અમારો સબંધ પણ થોડા જ મહિનાઓ ચાલ્યો હતો ત્યાર બાદ બધું જ સમાપ્ત થયું હતું. ઈશાનું નામ 2018માં હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું અને બંનેના અફેરની ચર્ચાઓ પણ તેજ બની હતી.

અમે બંને એકબીજાથી અલગ હતા'

અભિનેત્રીએ કહ્યું હતું કે અમે કપલ બની શક્યા હોત પણ મને નથી લાગતું કે એવું થવાનું નક્કી હતું. હાર્દિક અને હું એટલા સુસંગત નહોતા જેટલા કપલ હોવા જોઈએ. બંનેની વિચારસરણી અને ટાઈપ અલગ હતા. હું દરરોજ સવારે સેલ્ફ ઓબ્સેશનથી જાગી નથી શકતી. 'હું દરરોજ સવારે ઉઠીને વિચારી શકતી નથી કે હે ભગવાન, હું અને મારા પતિ આપણી પ્રશંસા કરીએ છીએ કે આપણે કેટલા સારા દેખાઈએ છીએ. હું તે સહન કરી શકતી નથી.'

ઈશા ગુપ્તા 'ધમાલ 4' માં જોવા મળશે

ઈશા ગુપ્તા છેલ્લે બોબી દેઓલની 'આશ્રમ' સીરીઝમાં જોવા મળી હતી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે અજય દેવગન સાથે 'ધમાલ 4' માં જોવા મળી શકે છે.

  • Follow us on: