હેરી પોટર અને તેની જાદુઈ દુનિયા તે લોકો માટે માત્ર એક ફિલ્મ ફ્રેન્ચાઇઝ છે, જેઓ આના વિશે વધુ જાણતા નથી, પરંતુ પોટરહેડ્સ માટે આ તેમની જિંદગીનો એક ભાગ છે. હેરી પોટરના બધા જ પાત્રો લોકોના દિલમાં વસે છે. ભારતમાં કેટલીય વાર એવી ચર્ચા થઈ છે કે જો હેરી પોટર ઇન્ડિયામાં બને અને બોલીવુડના સિતારાઓ આમાં કામ કરે તો કોણ કયું પાત્ર ભજવી શકે છે?
AIએ બદલ્યા સિતારાઓના લુક્સ
એક AI વીડિયો સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બોલીવુડના મોટા સિતારાઓને હેરી પોટરના પાત્રોના લુકમાં સ્ટાઇલ કરવામાં આવ્યા છે.
હેરી બન્યો કાર્તિક, કૃતિ બની હર્માઈની
વીડિયોમાં સૌથી પહેલા આપણે કાર્તિક આર્યનને હેરીના ગેટઅપમાં જોઈએ છીએ. પછી કૃતિ સેનન આપણને હર્માઈનીના પાત્રમાં જોવા મળે છે. વરુણ ધવનને રોન વીઝલીના પાત્રમાં દર્શાવવામાં આવ્યો છે. રણબીર કપૂરને ડ્રેકો માલ્ફોય, સૈફ અલી ખાનને સેવેરસ સ્નેપ, નસીરુદ્દીન શાહને એલ્બસ ડમ્બલડોર, બોમન ઈરાનીને રુબિયસ હેગ્રિડ, સંજય દત્તને વોલ્ડેમોર્ટની જેમ અને કંગના રનૌતને બેલાટ્રિક્સ લેસ્ટ્રેન્જની જેમ દર્શાવવામાં આવ્યા છે.
ફેન્સ થયા હેરાનસિનિયર એક્ટ્રેસ રત્ના પાઠક શાહને મિનર્વા મેગોનિગલ, અર્જુન રામપાલને સીરીયસ બ્લેક, જેકી શ્રોફને મેડ આઈ મૂડી, અક્ષય ખન્નાને લ્યુસિયસ માલ્ફોય, રાજકુમાર રાવને નેવિલ લોંગબોટમની જેમ, અનન્યા પાંડેને જીની વીઝલીના પાત્રમાં અને વિદ્યા બાલનને ડોલોરસ અમ્બ્રિજના રોલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મનોજ બાજપેયી રીમસ લુપીનના પાત્ર તરીકે જોવા મળે છે. ફેન્સને આમ તો આ બધા જ એક્ટર્સ પસંદ આવી રહ્યા છે, પરંતુ કાર્તિક આર્યનને હેરીના પાત્રમાં જોઈને ફેન્સ થોડા હેરાન છે.
આ પણ વાંચો-370 Biryani Controversy : 'પ્રણિત મોરેનો શો બંધ કરો' રશ્મિ દેસાઈ ભડકી! આયેશા ખાને આપ્યો જડબાતોડ જવાબ