બિગ બોસ 13માં જોવા મળેલી હિમાંશી ખુરાનાનું આસિમ રિયાઝ સાથે રિલેશન હતું. બંનેએ સાથે એક મ્યુઝિક વીડિયો પણ કર્યો હતો અને થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હવે ઘણા વર્ષો બાદ હિમાંશીએ આસિમ રિયાઝ સાથેના બ્રેકઅપ ઉપરાંત પોતાની આસ્થા અને ધર્મ વિશે વાત કરી છે. હિમાંશીએ ક્યાંય આસિમનું નામ લીધું નથી, પરંતુ કહ્યું કે અગાઉના સંબંધમાં તેમના પર એટલું દબાણ બનાવવામાં આવ્યું હતું કે તેઓ ઇસ્લામ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયાં હતાં. સંબંધ દરમિયાન તેમની આસ્થા અને પૂજા-પાઠ સામે વાંધો ઉઠાવવામાં આવતો હતો અને તેમને રોકવામાં આવતા હતાં.

હિમાંશીએ પોડકાસ્ટમાં કર્યો મોટો ખુલાસો

હિમાંશીએ આ વાત પારસ છાબડાના પોડકાસ્ટમાં કહી હતી. પારસ પણ તેમની સાથે બિગ બોસ 13માં જોવા મળ્યા હતા. હિમાંશી ખુરાનાએ કહ્યું કે એક રાતે ધર્મ અને આસ્થાને લઈને તેમના પર માનસિક દબાણ એટલું વધી ગયું હતું કે તેઓ પોતાને જ સવાલ કરવા લાગ્યા હતાં કે તેમને સળગાવવામાં આવશે કે દફનાવવામાં આવશે. તેમને એવું લાગવા લાગ્યું હતું કે હવે તેઓ વિદાય લેવાના છે અને આ તેમના જીવનનો છેલ્લો દિવસ છે. ત્યારે હિમાંશીએ નક્કી કર્યું હતું કે ધર્મ બદલતા પહેલાં તેમણે તમામ મંદિરો અને ચાર ધામનાં દર્શન કરી લેવા છે.

મને કહેવામાં આવ્યું કે હવે તમે આ બધું નહીં કરી શકો

પારસ છાબડાએ જ્યારે હિમાંશીને પૂછ્યું કે સાંભળવા મળ્યું છે કે તમારું ધર્મ પરિવર્તન પણ થવાનું હતું, ત્યારે હિમાંશીએ કહ્યું, છોડો યાર, શું કહેવું છે. એક રાતે એવી ઘટના બની કે મને કહેવામાં આવ્યું કે આ વસ્તુ તમે ત્યાર પછી નહીં કરી શકો. કસમથી મેં મારા મોઢેથી કહ્યું હતું કે તે પહેલાં મારે ચાર ધામ અને તમામ મંદિરોનાં દર્શન પૂરા કરવા છે, કારણ કે ત્યાર પછી હું ક્યારેય મળી નહીં શકું... જાણે હું વિદાય લઈ રહી હોઉં. ત્યાર પછી મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા. હું ખૂબ વિચારું છું. હું એવું વિચારવા લાગી કે હું તમારી પ્રાર્થના વાંચીશ તો તમને કેવી રીતે ખબર પડશે કે મારા મનમાંથી ૐ નમઃ શિવાય નથી નીકળી રહ્યું.
Himanshi Khurana Asim Riaz controversy (1)

મને સવાલ થયો કે મને દફનાવવામાં આવશે કે સળગાવવામાં આવશે?

હિમાંશી એ આગળ કહ્યું, મેં કહ્યું કે જ્યારે હું તમારા ભગવાન સામે પણ માથું નમાવીશ ત્યારે આપમેળે મારા મોઢામાંથી વાહેગુરુ જ નીકળશે. આ પણ દગો થયો. હું તેમની સારી વાતો સાંભળતી હતી અને તેમને કહેતી પણ હતી કે હા, આ સારી વાત છે. જ્યારે મેં કહ્યું કે જો હું તમારી દુઆ બોલીશ તો મારા મનમાંથી તો મારી પોતાની જ પ્રાર્થના નીકળશે, ત્યારે મારા મનમાં સવાલ આવ્યો કે મને દફનાવવામાં આવશે કે સળગાવવામાં આવશે. આ સવાલ મારું અંતરમન મને પૂછી રહ્યું હતું. એ મારો ટર્નિંગ પોઇન્ટ હતો.
https://www.instagram.com/reel/DcBbXoxsBwr/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ધર્મ બદલવા માટે તૈયાર થઈ ગઈ હતી હિમાંશી 

હિમાંશીના જણાવ્યા પ્રમાણે, તેમને કહેવામાં આવ્યું હતું કે હવે પૂજા-પાઠ અને આ બધું નહીં ચાલે. તેમના પર એટલું માનસિક દબાણ બનાવવામાં આવ્યું હતું કે તેઓ ધર્મ બદલવા માટે તૈયાર થઈ ગયાં હતાં. હિમાંશી એ કહ્યું કે કોઈપણ સંબંધમાં ધર્મ બદલવા માટે દબાણ ન બનાવવું જોઈએ. દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક ઓળખ અને માન્યતાઓ સાથે જીવવાની આઝાદી હોવી જોઈએ.

હિમાંશી અને આસિમની લવ સ્ટોરી

હિમાંશી ખુરાના અને આસિમ રિયાઝ પહેલીવાર બિગ બોસ 13માં મળ્યા હતા. શો દરમિયાન જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. તેમની નિકટતાની ઘણી ચર્ચા થઈ હતી. ત્યારબાદ શોમાંથી બહાર આવ્યા પછી હિમાંશી અને આસિમે પોતાના સંબંધને જાહેર કર્યો અને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે, 2023માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. હિમાંશી અને આસિમે તેના કારણ તરીકે અલગ-અલગ ધર્મ અને ધાર્મિક માન્યતાઓને જવાબદાર ગણાવ્યાં હતાં. હિમાંશીએ આસિમ રિયાઝ સાથેની પોતાની ચેટ પણ શેર કરી હતી, જેમાં ધર્મને લઈને બંને વચ્ચે વાતચીત થઈ હતી.

આ પણ વાંચો-Govinda : પત્ની લાઇમલાઇટમાં, ગોવિંદાના સિતારા ગર્દિશમાં! થાઈલેન્ડના ક્લબમાં કર્યો ડાન્સ, યુઝર્સે પૂછ્યું- આવી શું મજબૂરી?