હિમાંશી ખુરાના અને આસીમ રિયાઝ બિગ બોસ દરમિયાન મળ્યા હતા. શો છોડ્યા પછી પણ આ કપલ લાંબા સમય સુધી ડેટ કરતા રહ્યા પરંતુ ગયા વર્ષે તેમનું બ્રેકઅપ થયું . આ કપલના બ્રેકઅપનું મુખ્ય કારણ તેમનો ધર્મ હતો. હિમાંશી ખુરાના હિન્દુ છે અને આસીમ રિયાઝ મુસ્લિમ છે. અલગ અલગ ધર્મો સાથે જોડાયેલા હોવાને કારણે બંને અલગ થયા હતા. ભૂતપૂર્વ બોયફ્રેન્ડ આસીમ રિયાઝથી અલગ થયા બાદ અભિનેત્રીના જીવનમાં નવા પ્રેમની એન્ટ્રી થઈ હોય એવું લાગી રહ્યું છે.
હિમાંશી ખુરાનાને ફરી મળ્યો નવો પ્રેમ?
હિમાંશી ખુરાનાએ એક પોસ્ટથી બધાને એવું લાગવા માંડ્યું છે કે તે પંજાબી સિંગર મનિન્દર બટ્ટરને ડેટ કરી રહી છે. અભિનેત્રીએ પોતાના ઈન્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે અને લોકો પણ તેમની રોમેન્ટિક તસવીર જોઈને સવાલો કરી રહ્યા છે. હિમાંશી અને મનિન્દર એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે અને તેમના ચહેરા પર સ્મિત પણ છલકાયું છે. હિમાંશીએ કેપ્શનમાં કંઈ લખ્યું ન હોવા છતાં આ ફોટોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ઘણું ધ્યાન ખેંચ્યું છે.
હિમાંશી ખુરાનાને લોકોએ કર્યા સવાલ
નેટીઝન્સ આશ્ચર્ય પામી રહ્યા છે કે શું બંને ડેટિંગ કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સ એમ પણ કહે છે કે આ રોમેન્ટિક ફોટો તેમના આગામી મ્યુઝિક વિડીયોના પ્રમોશનનો ભાગ હોઈ શકે છે. એક યુઝરે પૂછ્યું કે, તે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી સુંદર દેખાતા છોકરાઓમાંનો એક છે? મનિન્દર બટ્ટર... તમને હિમાંશી સાથે જોઈને આનંદ થયો. લોકો કહી રહ્યા છે કે, શું તમે બંને રિલેશનશિપમાં છો???
કોણ છે મનિન્દર બુટ્ટર?
30 વર્ષીય પંજાબી સિંગર મનિન્દર બુટ્ટર એક લોકપ્રિય ભારતીય સિંગર અને સંગીત નિર્માતા છે જે તેમના સુમધુર અવાજ અને આકર્ષક સૂરો માટે જાણીતા છે. તેમના કેટલાક પ્રખ્યાત ગીતોમાં 'દિલ દિયાં ગલ્લાં', 'જાની તેરા ના' અને 'સખિયાં'નો સમાવેશ થાય છે. હિમાંશી ખુરાના પહેલા આસીમ રિયાઝને ડેટ કરી રહી હતી. બંને બિગ બોસ 13ના ઘરમાં મળ્યા હતા. તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને 4 વર્ષ સાથે રહ્યા પરંતુ ડિસેમ્બર 2023માં તેઓએ તેમના બ્રેકઅપની જાહેરાત કરી હતી.