યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હિના ખાને બ્રેસ્ટ કેન્સર સામે એક લાંબી લડાઈ લડી છે. તેણે જૂન 2024માં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની બીમારી વિશે જણાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેના જીવનમાં એક એવો તબક્કો પણ આવ્યો હતો જ્યારે તે પોતાના ભવિષ્યની અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી હતી. તે સમયે તેણે પોતાના લોંગ-ટાઈમ પાર્ટનર રોકીને લગ્નનું અલ્ટીમેટમ આપી દીધું હતું અને કોઈપણ પૂર્વ પ્લાનિંગ વગર બંનેએ લગ્ન કરી લીધા હતા.

અલ્ટીમેટમ બાદ રોકીએ શું કહ્યું હતું?

હિના ખાને સાનિયા મિર્ઝાના ટોક શો સર્વિંગ ઇટ અપમાં રોકી જયસ્વાલ સાથે અચાનક લગ્ન કરવાનો નિર્ણય લેવા અંગે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું, આ એક સાવ અચાનક લેવાયેલો નિર્ણય હતો. અમે આના માટે કોઈ પ્લાનિંગ કર્યું નહોતું. મને નથી લાગતું કે અમે આના માટે તૈયાર હતા.

https://www.instagram.com/p/De6JngFCJ-i/?utm_source=ig_web_copy_link&obrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA=='

ત્યારબાદ તેણે પોતાના લાંબા સંબંધ અને સ્વાસ્થ્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બીમારીના કારણે તેને ખબર નહોતી કે આગળ શું થવાનું છે, તેથી તેણે રોકીને અલ્ટીમેટમ આપી દીધું હતું. તેણે કહ્યું, અમે ખૂબ લાંબા સમયથી સાથે હતા, 10 વર્ષથી પણ વધુ, કદાચ 13-14 વર્ષ. હું સ્વાસ્થ્યના જે નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હતી, મેં રોકીને સ્પષ્ટ કહી દીધું હતું કે કાં તો તું આગળ વધી જા, કોઈ બીજી સાથે લગ્ન કરી લે, જેને તું ઈચ્છે, અથવા તો મારી સાથે લગ્ન કરી લે, કારણ કે મને નથી ખબર કે કાલે શું થવાનું છે. હિનાની આ વાત સાંભળીને રોકી તરત જ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો હતો.

માત્ર 15 મિનિટમાં થયા હતા લગ્ન?

જ્યારે સાનિયાએ તેને પૂછ્યું કે શું ખરેખર તમારા લગ્ન માત્ર 15 મિનિટમાં થયા હતા, ત્યારે હિનાએ કહ્યું, હકીકતમાં તો તેના કરતાં પણ ઓછા સમયમાં. હિનાને પૂછવામાં આવ્યું કે શું આ નિર્ણય માત્ર સ્વાસ્થ્યના કારણે હતો, ત્યારે તેણે જણાવ્યું, જો એ રીતે જોઉં તો આ નિર્ણય અનિશ્ચિતતાના કારણે હતો કારણ કે મને આગળની કંઈ ખબર નહોતી. આવું દરેક સાથે થાય છે, મને થયું કે ચાલો આગળ વધીએ.

હિના અને રોકી ભૂલી ગયા હતા પહેલી વેડિંગ એનિવર્સરી

હિના ખાનનું માનવું છે કે લગ્ન પછી તેમના જીવનમાં કશું બદલાયું નથી. તેણે કહ્યું, અમારો સંબંધ લગ્નથી વ્યાખ્યાયિત નથી થતો. લગ્ન વગર હોય કે લગ્ન સાથે, અમારા સંબંધમાં કંઈ ફેર પડ્યો નથી.

Hina Khan Rocky Relationship (1)

તેણે જણાવ્યું કે બંનેને પોતાની વેડિંગ એનિવર્સરી પણ યાદ રહેતી નથી. તેણે ઉમેર્યું, અમારા લગ્નને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને અમને રાત સુધી યાદ પણ નહોતું કે અમારી એનિવર્સરી છે. જ્યારે લોકોએ અમને વિશ કરવાનું શરૂ કર્યું ત્યારે અમે બંનેએ એકબીજા સામે જોયું અને વિશ કર્યું. અમે ખૂબ કૂલ છીએ, તારીખો યાદ રાખવાવાળા લોકોમાંના નથી. હિનાએ પોતાની પ્રથમ એનિવર્સરીની પોસ્ટમાં પણ સંબંધીઓને આ ખાસ દિવસ યાદ અપાવવા બદલ આભાર માન્યો હતો.

આ પણ વાંચો-Ramayana : એડવાન્સ બુકિંગમાં રામાયણનો રેકોર્ડતોડ ધમાકો! ભારતમાં 19 કરોડને પાર કમાણી!