હોલીવૂડના દિગ્ગજ સ્ટાર ટૉમ ક્રૂઝ આજકાલ સ્પેનિશ અભિનેત્રી એના ડે આર્મસ સાથેના સંબંધને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં બંને હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા હતા. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

ટોમ ક્રૂઝ 26 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા
હોલીવૂડ સ્ટાર ટોમ ક્રૂઝ અને એના ડે આર્મસને એક સાથે સ્પોટ કરયા બાદ તેમના રોમાન્સના અહેવાલો અને તેમના રિલેશનને કન્ફોર્મ કરવામાં આવ્યા છે. હાલમાં જ આ બંને કપલની તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.તમને જણાવી દઈએ કે ટૉમ ક્રૂઝની ઉંમર 63 વર્ષ છે જ્યારે એના ડે આર્મસ 37 વર્ષની છે, એટલે બંનેની ઉંમરમાં 26 વર્ષનો તફાવત છે. બંનેને કેજ્યુઅલ લુકમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.

બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા
ટૉમ ક્રૂઝ બ્લુ ડેનિમ જીન્સ અને નેવી બ્લુ ટીશર્ટ સાથે બ્લુ કેપ પહેરીને જોવા મળ્યા હતા, જયારે એના ડે આર્મસ બ્લુ ડેનિમ અને વ્હાઇટ ટીશર્ટમાં જોવા મળ્યા હતા. બંનેને રસ્તા પર હાથમાં હાથ નાખી ફરતા પણ જોવામાં આવ્યા.એક રિપોર્ટ પ્રમાણે રિપોર્ટ મુજબ, બંને નેશનલ પાર્ક પાસે ગયા, સાથે મળીને શોપિંગ પણ કરી અને તેમની આ સુંદર ડેટ આઇસ્ક્રીમ ખાઈને પૂર્ણ થઈ હતી. આપને જણાવી દઇએ કે ટોમ ક્રૂઝ 5000 કરોડના સંપત્તિના માલિક છે અને ટોમ ક્રૂઝ છેલ્લે મિશન: ઇમ્પોસિબલ- ધ ફાઇનલ રેકનિંગમાં જોવા મળ્યો હતો.

પરંતુ આ ફોટોઝ જોઇને એવું લાગે છે કે હવે આ કપલે તેમના રિલેશનને સત્તાવાર બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે, ટોમ ક્રૂઝ કે એના ડે આર્માસ બંનેમાંથી કોઈએ પણ સત્તાવાર રીતે આ સંબંધની પુષ્ટિ કરી નથી.
  • Follow us on: