શુક્રવારે 3 સમન્સ મળ્યા પછી યો યો હની સિંહ શુક્રવારે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થયા. જ્યાં સાયબર સેલના અધિકારીઓએ રેપરની 2 કલાક સુધી સતત પૂછપરછ કરી. શું છે આ આખો મામલો, સિંગરની કઈ કમેન્ટને લઈને હોબાળો મચ્યો હતો.

હની સિંહે 2 કલાક સુધી રેકોર્ડ કરાવ્યું સ્ટેટમેન્ટ

ન્યૂઝ એજન્સી ANI ના રિપોર્ટ્સ મુજબ, એક કોન્સર્ટમાં પોતાની ખરાબ ટિપ્પણીને લઈને વિવાદોમાં ફસાયેલા હની સિંહની મહારાષ્ટ્ર સાયબર સેલે લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરી. 2 કલાક સુધી પોતાનું નિવેદન નોંધાવ્યા પછી હની સિંહ કડક સિક્યોરિટી સાથે મહારાષ્ટ્ર સાયબર સેલની ઓફિસમાંથી બહાર નીકળ્યો.

સાયબર સેલે ફગાવી હતી સમય લંબાવવાની અરજી

આ પહેલાં મહારાષ્ટ્ર સાયબર સેલે હની સિંહની 22 ઓક્ટોબરે હાજર થવાની અરજી ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર સાયબર સેલ મુજબ, એક કોન્સર્ટ દરમિયાન હની સિંહે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી અને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
https://x.com/ANI/status/2111065706695708876?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111065706695708876%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

3 વાર સમન્સ છતાં હાજર નહોતો થયો હની સિંહ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હની સિંહને મહારાષ્ટ્ર સાયબર સેલ તરફથી 3 વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું. જોકે, હની સિંહે એવો દાવો કર્યો કે તે વિદેશમાં હોવાના કારણે હાજર થઈ શક્યો નહોતો. જે પછી મહારાષ્ટ્ર સાયબર સેલના સિનિયર ઓફિસરે સ્પષ્ટ કર્યું હતું કે જો હની સિંહ આ વખતે હાજર નહીં થાય, તો તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવશે. 5 ઓક્ટોબરે હાજર ન થઈ શકવાના કારણે રેપરે અધિકારીઓ પાસે થોડો વધુ સમય માગ્યો હતો.
Yo Yo Honey Singh (1)

હની સિંહે દિલ્હીની ઠંડી પર કરી હતી અભદ્ર કમેન્ટ

હની સિંહે જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં એક લાઈવ કોન્સર્ટ કર્યો હતો. આ પ્રસંગે તેણે દિલ્હીની ઠંડી અને કારમાં અંગત ક્ષણોને લઈને એક એવી અયોગ્ય વાત કહી હતી, જેના લીધે તેને સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

વિવાદ વધતાં સિંગરે માગી માફી

આ પછી હની સિંહે સ્પષ્ટતા આપતાં કહ્યું કે જ્યારે મેં GenZ દર્શકોને જોયા ત્યારે મને લાગ્યું કે હું આ યુવા પેઢીને તેમની જ ભાષામાં એક ખાસ મેસેજ આપું, પરંતુ એ વાત ઘણા લોકોને ખરાબ લાગી ગઈ. જેમને પણ મારી વાત ખરાબ લાગી છે, હું તેમની માફી માગું છું.

આ પણ વાંચો-South vs Bollywood : નેટફ્લિક્સ પર વાગ્યો સાઉથનો ડંકો! ટોપ 10 લિસ્ટમાં 7 સાઉથ ફિલ્મો છવાઈ!