વર્ષ 2025 ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક, સિતારે જમીન પર આખરે 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા સ્ટારર, આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ સાથે, તેણે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે હાઉસફુલ 5 ને પણ હરાવી દીધી છે.


'સિતાર જમીન પર' એ ફેન્સના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ સાથે આમિર ખાન ત્રણ વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે અને સુપરસ્ટારે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિતાર જમીન પર' થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સિતાર જમીન પરે તેના પહેલા દિવસે બધી ભાષાઓમાં 11.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે તેની પ્રિકવલ તારે જમીન પરના ઓપનિંગ ડે કલેક્શન કરતા અનેક ગણી વધુ કમાણી કરી છે. 2017માં રિલીઝ થયેલી તારે જમીન પર ની ઓપનિંગ 2.62 કરોડ રૂપિયા હતી.

હાઉસફુલ 5એ કેટલી કરી કમાણી?

અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન અભિનીત 'હાઉસફુલ 5' બે અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ પર મોટી હિટ રહી હતી પરંતુ આમિર ખાનની 'સિતાર જમીન પર' એ થિયાટરોમાં આવતાની સાથે જ આ ફિલ્મનો બિઝનેસ બગાડી નાખ્યો. મલ્ટીસ્ટારર કોમેડી-ડ્રામા હાઉસફુલ 5એ શુક્રવારે ફક્ત 1.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સિતાર જમીન પરે  શુક્રવારે 11.7 કરોડ રૂપિયાની કમાણી કરીને 'હાઉસફુલ 5' ને હરાવી દીધી છે. અક્ષય કુમારની ફિલ્મ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગઈ છે અને ધીમે ધીમે 200 કરોડ રૂપિયાના આંકડા તરફ આગળ વધી રહી છે.

'સિતારે જમીન પર' ની સ્ટોરી શું છે?

'સિતારે જમીન પર' ની સ્ટોરી ગુલશન અરોરા (આમીર ખાન) ની આસપાસ ફરે છે, જે એક ગુ્સ્સાવાળો બાસ્કેટબોલ કોચ છે, જેને મુખ્ય કોચને મુક્કો મારવા બદલ સસ્પેન્ડ કરવામાં આવે છે. બાદમાં, ગુલશનને અપંગોને તાલીમ આપવાની સજા આપવામાં આવે છે. આ પછી, સ્ટોરીમાં ઘણી ઈમોશનલ પળો આવે છે જે હૃદયને સ્પર્શી જાય છે અને તમને હસાવશે.


  • Follow us on: