અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 5 સિનેમાઘરોમાં 6 જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મના રિલીઝ થયા બાદ તેને ખૂબ કમાણી કરી છે અને હજુ પણ કમાણી કરી જ રહ્યું છે પરંતુ હવે આ ફિલ્મની કમાણી ઓછી થતી જોવા મળી રહી છે.
અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સહિત આ ફિલ્મમાં 19 કલાકારો હતા. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બે એન્ડિંગ છે. જેના કારણે ફિલ્મનો ક્રેઝ વધારે વધી ગયો હતો. ફેન્સ તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. હાઉસફુલ 5 એ પહેલા દિવસે જ બમ્પર ઓપનિંગ કરી હતી.
હાઉસફુલ 5એ 14માં દિવસે કેટલી કમાણી કરી?
જો કે આ ફિલ્મે બીજા અઠવાડિયે તેની કમાણી ધીમી થઈ ગઈ હતી. પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી અને આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી. પરંતુ આ ફિલ્મના બજેટને કવર કરવા માટે હજુ ઘણી દૂર છે. મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા કમાણીના આંકડા મુજબ ફિલ્મને 13 દિવસમાં જ 174.09 કરોડની કમાણી કરી હતી. તેમજ 14માં દિવસે કુલ કલેક્શન 176.52 કરોડ રૂપિયા થઈ ગયું હતું.
હાઉસફુલ-5નો ખેલ બગાડશે સિતારે જમીન પર?
હાઉસફુલ-5 બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી પરંતુ ફિલ્મે હજુ સુધી 200 કરોડની કમાણી કરી શકી છે. હવે આજે થિયેટરોમાં આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિતારે જમીન પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનો ક્રેઝ પણ વધારે છે. આ ફિલ્મની એન્ડવાન્સ બુકિંગમાં ફિલ્મે કરોડોમાં કમાઈ લીધા હતા.
હવે જોવાનું એ છે કે, હાઉસફુલ-5ની કમાણી પર શું અસર થશે અને હિટ તો થઈ ગઈ છે પણ તે તેનું બજેટ કવર કરી શકી નથી તેથી ફિલ્મ ફ્લોપ ગણાશે. તેમજ સિતારે જમીન પર હાઉશફુલ-5 જેવું કલેક્શન કરી શકશે કે નહી.