લાંબા સમયથી બોલીવુડથી દૂર રહેલી અભિનેત્રી અનુષ્કા શર્માની લોકપ્રિયતા આજે પણ ઓછી થઈ નથી. ટોચની અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી અનુષ્કા હાલમાં પતિ વિરાટ કોહલી અને બાળકો સાથે સમય વિતાવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કાએ ફિલ્મી જગતથી ધીમે ધીમે દુર રહેવાનું શરૂ કર્યું હતું. માતા બન્યા બાદ તેમણે અભિનયમાંથી સંપૂર્ણ વિરામ લઈ પરિવારને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો હતો.


વિરાટ અને ધોની પત્ની સ્કૂલ ફ્રેન્ડ

અનુષ્કા શર્મા માટે અભિનેત્રી હોવા કરતાં આર્મી ઓફિસરની દીકરી હોવાનો ગર્વ વધુ મહત્વનો છે. તેમના પિતા અજય કુમાર શર્મા ભારતીય સેનામાં કર્નલ તરીકે સેવા આપી ચૂક્યા છે. આર્મી પરિવારના કારણે અનુષ્કાએ દેશના અનેક શહેરોમાં અભ્યાસ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે તેઓ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની સાથે અભ્યાસ કર્યો છે અને તેની ક્લાસમેટ રહી ચૂકી છે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં પણ જાણીતા નામ છે. રસપ્રદ વાત એ છે કે તેમની પત્ની અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની આસામની સેન્ટ મેરી સ્કૂલમાં સાથે અભ્યાસ કરી ચૂકી છે અને સ્કૂલ ફ્રેન્ડ છે.

અનુષ્કા અભિનેત્રી બનવા નહોતી માંગતી

અનુષ્કાએ પોતાનો અભ્યાસ બેંગ્લોર અને મુંબઈમાં કર્યો. તેણીએ બેંગ્લોરની માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન અને પછી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અનુષ્કા શર્માનું સ્વપ્ન પત્રકાર કે મોડેલ બનવાનું હતું અભિનેત્રી નહીં. મોડેલિંગ માટે મુંબઈ આવ્યા બાદ તેમણે અનેક જાહેરાતોમાં કામ કર્યું અને 2007માં લેક્મે ફેશન વીકમાં રનવે ડેબ્યૂ કર્યો. એ જ વર્ષે તેમણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ રબ ને બના દી જોડી દ્વારા બોલીવુડમાં પ્રવેશ કર્યો. ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને ત્યારથી અનુષ્કાએ પાછું વળીને જોયું નહીં અનેક હિટ ફિલ્મો આપી.


  • Follow us on: