બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને પ્રખ્યાત ઉદ્યોગપતિ સંજય કપૂરનું 12 જૂને અવસાન થયું હતું. ગઈકાલે દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો આખો પરિવાર ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યો હતો. તેમની બહેન મંદિરા કપૂર તેના ભાઈના મૃત્યુના આઘાતને સહન કરી શકતી નથી. આજે તેણે સોશિયલ મીડિયા પર સંજય સાથેની એક તસવીર શેર કરી છે.
ભાઈ સંજયને યાદ કરીને બહેન થઈ ભાવુક
મંદિરા કપૂરે તેના ભાઈ સંજય કપૂર સાથેની આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં સંજય સફેદ શર્ટ પહેરીને સ્મિત સાથે કેમેરા સામે પોઝ આપી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે મંદિરાએ લખ્યું હતું કે, 'તારા વિના અમે અધૂરા છીએ..' તેની આ પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ભાવુક થઈ ગયા છે.
અગાઉ મંદિરાએ સંજય કપૂરની પ્રાર્થના સભા પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું હતું કે, 'આપણા ભાઈ સંજયને યાદ કરીને, તેમની સ્મૃતિ અને વારસાને માન આપવામાં અમારી સાથે જોડાઓ. પ્રાર્થના સભા 22 જૂન 2025 સાંજે 4થી 5 કલાકે દિલ્હીમાં રાખવામાં આવી છે.
સંજય કપૂરની બહેનો મંદિરા કપૂર અને સુપર્ણા મોટવાણેના નામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને બહેનો સંજયની કંપનીની બાગડોર સંભાળી શકે છે. મંદિરા સોના મંદિરા પ્રાઇવેટ લિમિટેડ નામની ઓટો કમ્પોનન્ટ કંપની ચલાવે છે. સુપર્ણા એક પ્રખ્યાત મેગેઝિનની સંપાદક છે. મંદિરાનું હજુ પણ કરિશ્મા કપૂર સાથે સારું જોડાણ છે.
સંજય કપૂરનું 12 જૂનના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમનું પોલો ગેમથી કે ગળામાં મધમાખીએ ડંખ મારતા નિધન થયું હોવાની ચર્ચા હતી. ગઈકાલે સંજય કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.