આજે એટલે કે 15 ઓગસ્ટે આખો દેશ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે સામાન્ય લોકો સાથે બોલીવુડના સિતારાઓ પણ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. અનુપમ ખેર અને અક્ષય કુમાર સહિત ઘણા સિતારાઓએ પોતાની આગવી રીતે આઝાદીની ઉજવણી કરી છે.

અક્ષય કુમારે આ રીતે પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

બોલીવુડ એક્ટર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે તેમણે લખ્યું, આપણા તિરંગાની શાન હંમેશાં આવી જ જળવાઈ રહે, દરેક દિલમાં આશા અને દરેક આંખમાં સારા આવતીકાલનું સપનું રહે. આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા. જય હિંદ.
https://x.com/akshaykumar/status/2088460777258951014

ભારત આપણી ઓળખ છે...

અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં તેઓ દેશના ગૌરવ અને શાનની વાત કરતા જોવા મળે છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ભારતમાં અને દુનિયાના કોઈપણ ખૂણે રહેતા દરેક ભારતીયને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા. ભારત માત્ર આપણો દેશ નથી, આપણી ઓળખ છે. તેની માટીની સુગંધ, અલગ-અલગ ભાષાઓ, પહેરવેશ, તહેવારો, ધર્મ અને પરંપરાઓ અલગ હોવા છતાં આપણને એકબીજા સાથે જોડે છે.

અનુપમ ખેરે ભારતની એકતા અને તિરંગાને લઈને કહી ખાસ વાત

તેમણે આગળ લખ્યું, આ જ ભારતની સૌથી મોટી સુંદરતા અને તાકાત છે. આપણે દુનિયામાં ક્યાંય પણ રહીએ, આપણી સાથે થોડુંક ભારત જરૂર લઈ જઈએ છીએ, આપણી યાદોમાં, સંસ્કારોમાં, ભોજનમાં, પ્રાર્થનાઓમાં અને દિલમાં. ઈશ્વર આપણા દેશને હંમેશાં સુરક્ષિત રાખે, દરેક ભારતીયના જીવનમાં સુખ, શાંતિ અને પ્રગતિ લાવે અને આપણો પ્યારો તિરંગો આ જ રીતે ગર્વથી આકાશમાં લહેરાતો રહે. સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિંદ! જય ભારત! ભારત માતાની જય!
https://x.com/bindasbhidu/status/2088453122280783923

જેકી શ્રોફ પર પણ છવાયો દેશભક્તિનો રંગ

જેકી શ્રોફે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ તિરંગાને સલામ કરતા જોવા મળે છે. આ વીડિયો સાથે તેમણે કેપ્શનમાં ‘જય હિંદ’ લખીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. અભિષેક બચ્ચને પણ સોશિયલ મીડિયા પર જય હિંદ લખીને શુભેચ્છા પાઠવી છે.
https://www.instagram.com/reel/DcDCKJ4KCVj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રવિ કિશન અને એઆર રહેમાને પણ પાઠવી શુભેચ્છા

રવિ કિશને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું, તિરંગો લહેરાતાં જ આપણું ગૌરવ પણ વધી જાય છે. આજે દિલ્હીમાં આવેલા મારા નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ ઉજવણીમાં જોડાયો. એઆર રહેમાને સોશિયલ મીડિયા પર હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે લખીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. રકુલ પ્રીત સિંહે વીડિયો શેર કરીને લખ્યું, એક આકાશ, એક તિરંગો, એક માટી, એક ઓળખ. રંગ અલગ હોય, દિલ એક હોય, આ જ તો છે મારું હિન્દુસ્તાન.
https://www.instagram.com/reel/DcDBuftId1C/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ટ્વિંકલ ખન્નાએ શેર કર્યો વીડિયો

એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ પણ સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે, જે જોધપુરના જાણીતા મેહરાનગઢ કિલ્લાનો છે. કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર તિરંગા સાથેની તસવીરો શેર કરીને ફેન્સને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો-Bollywood : 15 ઓગસ્ટે થયેલા આ 10 મોટા બોક્સ ઓફિસ ક્લેશ! જાણો કઈ ફિલ્મે કરી સૌથી વધુ કમાણી?