કાંટા લગા ગીતથી ફેમસ થયેલી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે 27 જૂનના રોજ હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું છે. શેફાલી જરીવાલાના મૃત્યુ સાથે જોડાયેલા તમામ સમાચારો જોવા માટે સંદેશ ન્યૂઝ ડિજીટલ જોતા રહો.

કાંટા લગા ગીતથી ફેમસ થયેલી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે 27 જૂનના રોજ હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયું છે. શેફાલી જરીવાલાના મૃત્યુ સાથે જોડાયેલા તમામ સમાચારો જોવા માટે સંદેશ ન્યૂઝ ડિજીટલ જોતા રહો.
Jun 28, 2025 09:00 pm
શેફાલી જરીવાલા પંચતત્વમાં થઈ વિલીન
એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. ઓશિવારાના ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ફેન્સ અને નજીકના લોકોએ આંસુભરી આંખો સાથે એક્ટ્રેસને વિદાય આપી. તેની અંતિમ યાત્રા દરમિયાન મીકા સિંહ અને શહેનાઝ ગિલ સહિત ઘણા કલાકારો પણ જોવા મળ્યા હતા. ગઈકાલે રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું. આ એક્ટ્રેસ કાંટા લગા ગર્લ તરીકે જાણીતી હતી. તે સલમાન ખાનના પોપ્યુલર શો બિગ બોસ 13 માં પણ જોવા મળી હતી.
Jun 28, 2025 08:34 pm
શેફાલીના અંતિમ સંસ્કારમાંથી પાછા ફર્યા પછી ખૂબ રડતી જોવા મળી માતા
શેફાલી જરીવાલા પંચતત્વમાં વિલન થઈ ગઈ છે. પોતાની પુત્રીને અંતિમ વિદાય આપીને પાછી આવેલી માતા બેભાન અવસ્થા જોવા મળી. પોતાની પુત્રી ગુમાવવાનું દુ:ખ તેના ચહેરા પર જોઈ શકાય છે. આંસુઓનું પૂર અટકતું નથી. તે સંપૂર્ણપણે ભાંગી પડી છે. આ દ્રશ્ય જોઈને ફેન્સની આંખો ભીની થઈ ગઈ.
Jun 28, 2025 08:22 pm
શેફાલીના એક્સ પતિએ આપી શ્રદ્ધાંજલિ
શેફાલી જરીવાલાના પૂર્વ પતિ હરમીત સિંહ (મીટ બ્રધર્સ) એ એક્ટ્રેસના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા હરમીતે લખ્યું છે કે 'મારા જીવનની સૌથી આઘાતજનક ક્ષણ. શેફાલીના મૃત્યુના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. અમે સાથે કેટલાક સુંદર વર્ષો વિતાવ્યા. કેટલીક યાદો એવી છે જે હંમેશા દિલની નજીક રહેશે. તેના માતાપિતા અને પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત મળે.'

Jun 28, 2025 08:10 pm
શેફાલી જરીવાલાના પિતા, પતિ અને બહેને કર્યા અંતિમ સંસ્કાર
શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર તેના પતિ પરાગ ત્યાગી, પિતા સતીશ જરીવાલા અને નાની બહેન શિવાની જરીવાલાએ કર્યા હતા. ઓશિવરા હિન્દુ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Jun 28, 2025 07:02 pm
શેફાલીની અંતિમ યાત્રા
શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર થોડા સમય પછી થશે. તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ઘરેથી સ્મશાનગૃહ લઈ જવામાં આવી રહ્યો છે. એક વીડિયો પણ સામે આવ્યો છે. શેફાલીના અંતિમ સંસ્કાર ઓશિવારા સ્મશાનગૃહમાં થશે.
Jun 28, 2025 05:55 pm
શેફાલી જરીવાલાનો મૃતદેહ ઘરે પહોંચ્યો
શેફાલી જરીવાલાના મૃતદેહને હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં તેના ઘરે પહોંચાડવામાં આવ્યો છે. તેના પરિવારના સભ્યો અને પોલીસ પણ ત્યાં હાજર છે.
Jun 28, 2025 05:03 pm
મુનમુન દત્તા પણ શેફાલી જરીવાલાના મૃત્યુથી આઘાતમાં
શેફાલી જરીવાલાના મૃત્યુના આઘાતજનક સમાચારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાને પણ આઘાત લાગ્યો છે. મુનમુને ઇન્સ્ટા પર પોસ્ટ કરીને અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. મુનમુને પોસ્ટમાં લખ્યું છે કે, 'આ સમજવું ખૂબ મુશ્કેલ છે. હું હજુ પણ સમજી શકી નથી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, આટલી યુવાન, સુંદર, પ્રતિભાશાળી ઈન્ડસ્ટ્રીની સાથીદાર માટે આ લખીશ. સાચે કહું તો મને ખબર પણ નથી કે શું લખવું.'
Jun 28, 2025 04:59 pm
શેફાલી જરીવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ
શેફાલીની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પરિવાર અને પોલીસ શેફાલીના મૃતદેહને લઈને હોસ્પિટલ છોડી ગયા છે. કૂપર હોસ્પિટલમાં પોલીસ પણ હાજર હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટૂંક સમયમાં પોલીસને સોંપવામાં આવશે.
Jun 28, 2025 04:43 pm
શેફાલી હિન્દુસ્તાની ભાઉ આઘાતમાં
શેફાલી હિન્દુસ્તાની ભાઉને રાખડી બાંધતી હતી. તે તેને પોતાનો ભાઈ માનતી હતી અને આવી સ્થિતિમાં હિન્દુસ્તાની ભાઉ પણ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. મીડિયા સાથે વાત કરતા હિન્દુસ્તાની ભાઉએ કહ્યું કે ગઈકાલે શેફાલીના ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા હતી. રાત્રે મને ખબર પડી કે તેનું અવસાન થયું છે. શેફાલીના મૃત્યુથી ભાઉ ખૂબ જ આઘાતમાં છે.
Jun 28, 2025 04:12 pm
શેફાલી અને હરમીતના લગ્ન કેમ તૂટ્યા ?
શેફાલી અને હરમીતના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. 2009માં તેમના છૂટાછેડા થયા હતા. અલગ થયા બાદ શેફાલીએ હરમીત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણીએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં હરમીત પર હુમલો અને દુર્વ્યવહારનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. તેણીએ એમ પણ કહ્યું હતું કે હરમીતે તેણીને જાણ કર્યા વિના તેમના સંયુક્ત બેંક ખાતામાંથી લગભગ 12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
Jun 28, 2025 03:45 pm
શેફાલી જરીવાલા હતી ગુજરાતી
શેફાલી એક ગુજરાતી પરિવારની હતી. તેના પિતા સતીશ જરીવાલા એક ઉદ્યોગપતિ છે. શેફાલી પોતાના નામ પછી જરીવાલા ઉમેરતી હતી. જરીવાલા એક ગુજરાતી અટક છે. શેફાલીના પિતા વણાટનો વ્યવસાય કરતા હતા. જરીનો અર્થ વણાટ છે અને તેથી તેઓ કામ સાથે સંકળાયેલા. શેફાલી જરીવાલા હિન્દુ ધર્મની હતી તેથી તેના તમામ અંતિમ સંસ્કાર હિન્દુ વિધિઓ અનુસાર કરવામાં આવશે.
Jun 28, 2025 03:06 pm
શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર ક્યારે થશે?
રિપોર્ટ અનુસાર, શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર આજે એટલે કે 28 જૂન 2025ના રોજ કરવામાં આવશે, તે ઓશિવારાના એ સ્મશાન પર થશે જ્યાં બિગ બોગ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતા.
Jun 28, 2025 02:54 pm
એન્ટી એજિંગની સારવાર એટલે શું?
શેફાલીની સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું હતું કે તે એન્ટી એજિંગની સારવાર કરાવી રહી હતી. એન્ટી એજિંગ એટલે યુવાન દેખાવા માટે કરવામાં આવતી સારવાર. તે છેલ્લા 5-6 વર્ષથી યુવાન દેખાવા માટે સારવાર લઈ રહી હતી. તે વિટામિન સી અને ગ્લુટાથિઓન નામની દવાઓ લઈ રહી હતી. ડોક્ટરે દાવો કર્યો હતો કે આ દવાનો હૃદય સાથે કોઈ સંબંધ નથી. આ દવાઓ ત્વચાની સુંદરતા માટે છે. તે ત્વચાને અસર કરે છે. ડોક્ટરે વધુમાં કહ્યું કે શેફાલી ખૂબ જ ફિટ હતી અને તેણે ક્યારેય કોઈ રોગનો ઉલ્લેખ કર્યો ન હતો.
Jun 28, 2025 02:26 pm
Jun 28, 2025 01:34 pm
શ્રેયસ તલપડેનું છલકાયું દર્દ
શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર બાદ ઘણા સેલેબ્સ પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતા શ્રેયસ તલપડેએ પણ એક પોસ્ટ શેર કરીને શેફાલીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. અભિનેતાએ શેફાલીનો ફોટો શેર કરીને લખ્યું, 'શેફાલી, આ હૃદયદ્રાવક છે ,વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. તમારા પ્રિયજનોને શક્તિ મળે, તમારી ખૂબ યાદ આવશે.'
Jun 28, 2025 01:29 pm
શેફાલી જરીવાલાના નિધન પર હિમાંશી ખુરાનાએ કરી પોસ્ટ
શેફાલી જરીવાલાના નિધન પર શનિવારે સવારે હિમાંશી ખુરાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર શેફાલી જરીવાલાના નિધન પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ પોસ્ટ કરી હતી. દિવંગત અભિનેત્રી સાથેનો એક થ્રોબેક સેલ્ફી શેર કરતા તેણે લખ્યું હતું કે, મને લાગે છે બિગ બોસ, તે જગ્યા શાપિત છે. આ સાથે તેણે એક દિલ તૂટવાનું ઇમોજી પણ મુક્યું હતો. થ્રોબેક તસવીરમાં હિમાંશી અને શેફાલી ખુશીથી સેલ્ફી માટે સાથે પોઝ આપતા જોવા મળે છે.
Jun 28, 2025 01:15 pm
શેફાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ
શેફાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. પોલીસની એક ટીમ પણ હોસ્પિટલમાં પહોંચી ગઈ છે. આ સાથે શેફાલીના ડોક્ટર અને પરિવારની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી. હવે શેફાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શેફાલીના પતિ અને હિન્દુસ્તાની ભાઉ પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે.
Jun 28, 2025 01:01 pm
શેફાલી જરીવાલાની આ હતી છેલ્લી ઈચ્છા
આ થ્રોબેક વીડિયોમાં પારસે શેફાલી જરીવાલાને પૂછ્યું કે શું તે ક્યારેય 'કાંટા લગા ગર્લ' કહેવાથી કંટાળી જાય છે? તેના પર શેફાલીએ સ્મિત સાથે જવાબ આપ્યો અને કહ્યું કે, 'ક્યારેય નહીં... આખી દુનિયામાં ફક્ત એક જ કાંટા લગા ગર્લ હોઈ શકે છે અને તે હું છું. મને તે ખૂબ ગમે છે. અને હું મારા મૃત્યુ સુધી કાંટા લગા ગર્લ તરીકે ઓળખાવા માંગુ છું.' શેફાલીના મૃત્યુના સમાચાર બાદ ફેન્સ શેફાલીની આ ક્લિપ જોઈને રડી રહ્યા છે.
Jun 28, 2025 12:46 pm
Jun 28, 2025 12:43 pm
શેફાલી જરીવાલાનો ગ્લેમરસ અંદાજ
શેફાલીએ તેના મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પોસ્ટ કરી હતી. શેફાલી જરીવાલાની બોલ્ડ અને કિલર સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શેફાલી ચમકતા ગ્રે જમ્પસૂટમાં જોવા મળી હતી જેમાં તેની ફિટનેસ અને આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Jun 28, 2025 12:40 pm
શેફાલી યુવાન દેખાવા માટે દવાઓ લતી
શેફાલી જરીવાલાની સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું છે કે તે છેલ્લા 5-6 વર્ષથી યુવાન દેખાવા માટે સારવાર લઈ રહી હતી. શેફાલી બે દવાઓ લઈ રહી હતી જેમાં વિટામિન સી અને ગ્લુટાથિઓનનો સમાવેશ થાય છે. ડોક્ટરે દાવો કર્યો હતો કે આ દવાનો હૃદય સાથે કોઈ સંબંધ નથી. આ દવાઓ ત્વચાની સુંદતા માટે ઉપયોગી છે. ડોક્ટરે વધુમાં કહ્યું કે શેફાલી ખૂબ જ ફિટ હતી અને તેણે ક્યારેય કોઈ રોગનો ઉલ્લેખ કર્યો ન હતો.
Jun 28, 2025 12:35 pm
સિદ્ધાર્થ શુક્લા સાથે X પર છેલ્લી પોસ્ટ
42 વર્ષીય અભિનેત્રી શેફાલી જરીવાલાની X પર છેલ્લી પોસ્ટ સિદ્ધાર્થ શુક્લા સાથે છે. શેફાલીએ સપ્ટેમ્બર 2024માં સિદ્ધાર્થ શુક્લાની પુણ્યતિથિ પર આ પોસ્ટ શેર કરી હતી. બિગ બોસ 13 ના સહ-કલાકાર સિદ્ધાર્થ શુક્લાનું પણ સપ્ટેમ્બર 2021માં કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. શેફાલીની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ સિદ્ધાર્થને તેમની પુણ્યતિથિ પર હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ હતી.
Jun 28, 2025 12:34 pm
પતિ પરાગ ત્યાગીના હાથમાં શેફાલી જરીવાલાનો ફોટો
શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુથી બધા આઘાતમાં છે. અભિનેત્રીના મૃત્યુ પછી પહેલીવાર તેમના પતિ પરાગ ત્યાગી તેમના ડોગ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં તેમની પત્નીનો ફોટો પણ જોવા મળ્યો હતો. પરાગના ચહેરા પર ઘણી ઉદાસી દેખાઈ હતી
Jun 28, 2025 12:32 pm
Jun 28, 2025 12:30 pm
4 લોકોએ આપ્યા નિવેદન
મુંબઈ પોલીસે શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગીનું તેમના ઘરે નિવેદન નોંધ્યું છે. કેસની તપાસના ભાગ રૂપે અત્યાર સુધીમાં 4 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે જેમાં બે નોકર અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે. પરાગે ખુલાસો કર્યો છે કે શેફાલી પહેલાથી જ સારવાર હેઠળ હતી.
Jun 28, 2025 12:28 pm
પરિવારના સભ્યો -હેલ્પરોની પૂછપરછ
શેફાલીનું મોત થયુ પરંતુ તે પહેલા ઘરમાં શું શું થયુ હતું, તે શું કરી રહી હતી. તે અંગેની તપાસ તેજ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઘરમાં હાજર પરિવારના સભ્યોને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમના ઘરમાં કામ કરતા રસોઇયા અને નોકરાણીને પૂછપરછ માટે અંબોલી પોલીસ લઇ જવાયા છે. પ્રાથમિક તપાસમાં જણાવા મળ્યુ છે શેફાલીના મોતનું કારણ હાર્ટ અટેક છે. પરંતુ પીએમ રિપોર્ટ બાદ જ સાચુ કારણ લામે આવશે. કે કયા કારણો સર અભિનેત્રીનુ અચાનક મોત થઇ ગયું.
Jun 28, 2025 12:27 pm
Jun 28, 2025 12:17 pm
પતિ પરાગ ત્યાગીનો વીડિયો વાયરલ થયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, શેફાલીને તેના પતિ અને ટીવી અભિનેતા પરાગ ત્યાગી હોસ્પિટલ લાવ્યા હતા. તેમની સાથે ત્રણ અન્ય લોકો પણ હતા. હોસ્પિટલના રિસેપ્શનમાં હાજર એક સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે 'શેફાલીને ત્યાં લાવવામાં આવી ત્યારે તેનું અવસાન થઈ ચૂક્યું હતું. તેના પતિ અને કેટલાક લોકો તેની સાથે હતા.' તેના પતિને હોસ્પિટલમાંથી બહાર આવતા જોવામાં આવ્યા હતા. તે ખૂબ જ તૂટેલા અને હતાશ દેખાતા હતા. જ્યારે કેમેરામેને પરાગ ત્યાગીને કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોતાના હાથથી પોતાનો ચહેરો છુપાવતો જોવા મળ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Jun 28, 2025 12:16 pm
15 વર્ષની ઉંમરે વાઈના હુમલા આવવા લાગ્યા
એક ઈન્ટરવ્યુમાં શેફાલી જરીવાલાએ ખુલાસો કર્યો હતો કે તે 15 વર્ષની ઉંમરથી વાઈના રોગથી પિડીત હતી. તેણે જણાવ્યું હતું કે મને 15 વર્શની ઉંમરે વાઈનો હુમલો આવ્યો હતો. મને યાદ છે ત્યારે હું મારા અભ્યાસમાં બેસ્ટ કરવાના પ્રયત્નો કરી રહી હતી અને ખુબ પ્રેશરમાં હતી. તણાવ અને ચિંતાને કારણે આવા હુમલાઓ થઈ શકે છે. ડિપ્રેશન પણ તેનું મહત્વનું કારણ છે.
Jun 28, 2025 12:10 pm
કેરિયરની શરૂઆત કાંટા લગા ગીતથી
હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, શેફાલી જરીવાલને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તે પહેલા જ તેનું નિધન થયું હતુ, હૃદયરોગના હુમલાને કારણે તેનું મોત થયું છે અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, શેફાલી જરીવાલે તેના કેરિયરની શરૂઆત કાંટા લગા ગીતથી કરી હતી અને લાંબા સમય સુધી આ ગીત વિવાદમાં પણ રહ્યું હતુ, શેફાલી જરીવાલે બિગ બોસમાં વાપસી કરી હતી ત્યારે તેના ચાહકોમાં ખુશીનો માહોલ હતો.
Jun 28, 2025 12:05 pm

3,100 કરોડનું ઐતિહાસિક કલેકશન કરનાર 'ધુરંધર' ના ફેન થયા મુકેશ અંબાણી, રણવીર સિંહના કર્યા વખાણ

Bollywood Celebrity : અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર થઈ રહી છે જોરદાર ટ્રોલ! હોમિયોપેથીના પક્ષમાં બોલવું પડ્યું ભારે!

Aamir Khanના બંને લગ્ન કેમ તૂટ્યા? જાણો આજે ક્યાં છે અને શું કરી રહી છે એક્ટરની બંને એક્સ વાઇફ?

Bollywood Actor : બે છૂટાછેડા અને 3 બાળકો બાદ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ગૌરી સ્પ્રેટ સાથે કરશે લગ્ન?

Killer Filmના સેટ પર બોમ્બ બ્લાસ્ટ સીક્વન્સ દરમિયાન સિલિન્ડર ફાટ્યો, એક ક્રૂ મેમ્બરનું કમકમાટીભર્યું મોત, ત્રણ ICUમાં દાખલ

Keralam માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દેશના 25 રાજ્યોમાં 7 દિવસનું હાઈ-એલર્ટ

Nirjala Ekadashi 2026: નિર્જળાએ ભૂલથી પણ ન કરો આ ભૂલો, લાગશે ભયંકર પાપ

California: અમેરિકાનું આ શહેર છે ઈરાની જાસૂસોનો ગઢ? અનેક લોકોની સંડોવણી આવી સામે

Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Keralam માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, દેશના 25 રાજ્યોમાં 7 દિવસનું હાઈ-એલર્ટ