અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની આઇકોનિક ફિલ્મ 'હેરા ફેરી 3' શરૂઆતથી જ મુશ્કેલીઓમાં ઘેરાયેલી છે. હવે આ કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ફ્રેન્ચાઇઝીના કોપીરાઇટ વિવાદને લઈને મુંબઈના આંબોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
શું છે સમગ્ર મામલો?
ફેબ્રુઆરી 2026માં સેવન આર્ટસ ઈન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર જી.પી. વિજયકુમારે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીના અસલી માલિક તેઓ છે અને નડિયાદવાલા પાસે તેના કોઈ અધિકાર નથી. આના જવાબમાં હવે ફિરોઝ નડિયાદવાલાએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે ગોપાલા પિલ્લઈ વિજયકુમાર અને એમ. પોલ માઈકલ (લાલ) વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી છે.
FIR માં ગંભીર આરોપો
નડિયાદવાલાએ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 318(4), 356 અને 3(5) હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમનો દાવો છે કે તેમની પાસે એસાઈનમેન્ટ એગ્રીમેન્ટ અને નાણાકીય રેકોર્ડ જેવા મજબૂત પુરાવા છે, જે સાબિત કરે છે કે તેઓ જ આ ફ્રેન્ચાઈઝીના એકમાત્ર માલિક છે.
શૂટિંગ લાંબા સમય સુધી અટકી શકે છે.
હાલમાં કાનૂની લડાઈને જોતા એવું લાગી રહ્યું છે કે 'હેરા ફેરી 3' નું શૂટિંગ લાંબા સમય સુધી અટકી શકે છે. અક્ષય કુમારે પોતે પણ પુષ્ટિ કરી છે કે આગામી એક વર્ષ સુધી ફિલ્મ શરૂ થવાની કોઈ શક્યતા નથી. નિષ્ણાતોના મતે, આ વિવાદ ઉકેલાતા 2-3 વર્ષનો સમય લાગી શકે છે, જે ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે.
આ પણ વાંચો: 'પપ્પા સુસાઇડ કરી લેત...', RanbirKapoorની બહેન આ કારણોસર હીરોઈન ન બની, હવે 45 વર્ષની ઉંમરે કરી રહી છે ડેબ્યૂ!