લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ કહ્યું, “બિશ્નોઈ સમાજમાં ભારે રોષ છે અને લોરેન્સ પણ નારાજ છે. લોરેન્સને સલમાન ખાન સાથે કોઈ અંગત દુશ્મની નથી અને આ સમાજનો કોઈ અંગત વિવાદ પણ નથી. મુદ્દો એ છે કે સલમાન ખાને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આખા બિશ્નોઈ સમાજમાં આ મુદ્દે રોષ છે. લોરેન્સે આનો સીધો અને સરળ ઉકેલ આપ્યો હતો કે સલમાન ખાન આગળ આવે અને સમાજની માફી માગે.”
રમેશ બિશ્નોઈએ કહ્યું કે તેમણે પણ એ ઑડિયોમાં એવી જ વાત સાંભળી છે, જેમાં ચેતવણી આપવાની વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું, “અમે તેને ચેતવણી આપવા માગીએ છીએ કે જે પણ સલમાન ખાન સાથે કામ કરશે, તેને નુકસાન થશે જ.” તેમણે સલમાન ખાનના પરિવારને જીદ છોડી દેવાની પણ સલાહ આપી છે.
https://x.com/ians_india/status/2112112059714584823?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112112059714584823%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
'નેપાળ ભાગવાની તૈયારીમાં હતા શૂટરો'
બીજી તરફ, ટાઇગર શ્રોફ પર થયેલા ગોળીબારના કેસમાં કોટા પોલીસે 3 આરોપીઓને પકડ્યા છે. તેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. કોટાનાં પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
પોલીસને માહિતી મળી હતી કે ગોળીબારના કેસમાં સામેલ મુખ્ય શંકાસ્પદો ટ્રેનમાં કોટા પહોંચવાના છે. ત્યારબાદ પોલીસની ટીમે માત્ર 15 મિનિટમાં ટ્રેનમાં ઘેરાબંધી કરીને તપાસ કરી અને ત્રણેયને પકડી લીધા.
પકડાયેલા આરોપીઓની ઓળખ હરિયાણાના સોનીપતના રહેવાસી રેહાન ઉર્ફે સુક્કા, બિહારના બેગુસરાયના રહેવાસી ઋતિક કુર્મી ઉર્ફે રોશન અને એક સગીર તરીકે થઈ છે.
પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓની યોજના દિલ્હી પહોંચીને ત્યાંથી નેપાળ ભાગી જવાની હતી. પોલીસે તેમને કોટા રેલવે સ્ટેશન પર અટકાયતમાં લીધા છે.
જોકે, ગોળીબારમાં વપરાયેલાં હથિયારો હજુ સુધી મળી આવ્યાં નથી. પોલીસ આરોપીઓની પૂછપરછ કરીને હથિયારો ક્યાં છે અને ઘટનાને અંજામ આપ્યા પછી તેમનું શું કરવામાં આવ્યું હતું, તે જાણવાનો પ્રયાસ કરશે.