સલીમ ખાનની તબિયત અચાનક ખરાબ થતા તેઓને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

સલમાન ખાન પહોંચ્યા હૉસ્પિટલ

ફિલ્મ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ થતા તેઓને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. પિતાના હાલચાલ પૂછવા માટે સલમાન ખાન લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા છે. લીલાવતી હૉસ્પિટલ બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હૉસ્પિટલ બહાર ચાહકોની ભીડ

સલમાન ખાન પિતાને મળવા માટે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હૉસ્પિટલ બહાર સલમાન ખાનના ચાહકો અને મીડિયાકર્મીઓની ભીડ જોવા મળી રહી છે. 90 વર્ષિય સલીમ ખાન ખરાબ સ્વાસ્થ્યના કારણે પરેશાન હતા. જેને ધ્યાનમાં રાખીને તેને હાલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે..... 

  • Follow us on: