સાઉથ સિનેમાના થલાઈવા રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ 'જેલર'ની સિક્વલ 'જેલર 2' ને લઈને સિનેમા જગતમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મને લઈને હવે એક એવા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે દેશભરના સિનેમા પ્રેમીઓને ચોંકાવી અને રોમાંચિત કરી દીધા છે. બોલિવૂડના ગ્રીક ગોડ ગણાતા હૃતિક રોશનની આ ફિલ્મમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે.
રજનીકાંતની જેલર-2માં ઋતિક રોશનનું આગમન
દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બની રહેલી 'જેલર 2'માં બોલીવુડ સુપરસ્ટાર હૃતિક રોશન એક અત્યંત શક્તિશાળી અને ખાસ કેમિયો ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. સન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં હૃતિકનું પાત્ર વાર્તામાં એક નવો વળાંક લાવશે. આ ફિલ્મમાં ફક્ત ઋતિક રોશન જ નહીં અન્ય દિગ્ગજ એકટર કેમિયો કરશે. રજનીકાંતની સાથે કામ કરવા દરેક લોકો આતુર હોય છે. મોહનલાલ, શિવ રાજકુમાર, વિજય સેતુપતિ, મિથુન ચક્રવર્તી, હૃતિક રોશન ફિલ્મમાં ગેસ્ટ એપિયરન્સ કરશે. જયારે મુખ્ય કલાકારોની વાત કરીએ તો એસ.જે. સૂર્યા, રામ્યા કૃષ્ણન, વિદ્યા બાલન, યોગી બાબુ ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે.
શાહરુખ ખાને કેમ છોડી થલાઈવાની ફિલ્મ
શરૂઆતમાં આ શક્તિશાળી પાત્ર માટે મેકર્સની પહેલી પસંદ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન હતા. નિર્માતાઓ રજનીકાંત અને શાહરૂખને એકસાથે મોટા પડદા પર લાવવા આતુર હતા. જોકે, કિંગ ખાન પોતાની આગામી ફિલ્મ 'કિંગ' (King) અને અન્ય પ્રોજેક્ટ્સના અત્યંત બિઝી શેડ્યૂલ તેમજ તારીખોની ખેંચતાણને કારણે આ પ્રોજેક્ટમાંથી ખસી ગયા હતા. ત્યારબાદ નિર્માતાઓએ હૃતિક રોશનનો સંપર્ક સાધ્યો હતો અને હૃતિકે આ મેગા પ્રોજેક્ટ માટે તુરંત જ લીલી ઝંડી આપી દીધી હતી.
40 વર્ષ પછી સ્ક્રીન પર ઐતિહાસિક 'રિયુનિયન'
રજનીકાંત અને હૃતિક રોશનનું એકસાથે સ્ક્રીન શેર કરવું એ ભારતીય સિનેમા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. બરાબર ૪૦ વર્ષ પહેલાં, વર્ષ ૧૯૮૬ માં આવેલી ફિલ્મ 'ભગવાન દાદા' માં આ બંને કલાકારો સાથે દેખાયા હતા. તે સમયે હૃતિકે એક બાળ કલાકાર તરીકે રજનીકાંતના સાવકા પુત્રની ભૂમિકા ભજવી હતી. હૃતિકે અગાઉ પણ ઘણીવાર ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ રજનીકાંતના કેટલા મોટા પ્રશંસક છે અને બાળપણમાં શૂટિંગ દરમિયાન રજનીકાંત તેમની કેટલી કાળજી રાખતા હતા. 'જેલર 2' વર્ષ ૨૦૨૬ ની સૌથી મોટી એક્શન-ડ્રામા ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં ભારતીય સિનેમાના દિગ્ગજોનો મેળાવડો જોવા મળશે.
આ પણ વાંચો : Rekha : ફિલ્મોમાં કામ કરવા નહોતી માગતી રેખા, આ મોટી મજબૂરીના કારણે લીધો હતો એક્ટ્રેસ બનવાનો નિર્ણય!