રજનીકાંતની ફિલ્મ જેલર 2 સિનેમાઘરોમાં એક અઠવાડિયું પૂરું કરી ચૂકી છે. ફિલ્મ ખૂબ સારું કલેક્શન કરી રહી છે. એક અઠવાડિયામાં ફિલ્મે પોતાની કમાણીથી ચોંકાવી દીધા છે. હવે આ ફિલ્મ માત્ર 600 કરોડની નજીક જ નથી પહોંચી, પરંતુ તે પોતાના પહેલા ભાગનો રેકોર્ડ તોડવાની પણ ખૂબ નજીક છે. અત્યારે જે ઝડપથી તેની કમાણી થઈ રહી છે તે જોતાં લાગે છે કે ફિલ્મ 1000 કરોડનો આંકડો પણ પાર કરી જશે અને રજનીકાંતની કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે. ફિલ્મને વિદેશમાંથી પણ સારો સપોર્ટ મળી રહ્યો છે અને તેનું ઓવરસીઝ કલેક્શન 7 દિવસમાં જ 200 કરોડ પાર કરી ગયું છે. આ સાથે જ ફિલ્મે અજય દેવગનની દ્રશ્યમ 3 ને પણ પાછળ છોડી દીધી છે. 

જેલર 2 ફિલ્મે કેટલા રૂપિયા કમાયા?

રજનીકાંતની જેલર 2 ફિલ્મે સિનેમાઘરોમાં 7મા દિવસે સેકનિલ્કના રિપોર્ટ્સ મુજબ 28.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ તેમ છતાં તેના કલેક્શન પર કોઈ ખાસ નકારાત્મક અસર પડી નથી. જેલર 2 ફિલ્મે 7 દિવસમાં 317.20 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. જ્યારે તેનું ગ્રોસ કલેક્શન 371.45 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. ફિલ્મે વિદેશમાંથી 205 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બધાને જોડીએ તો જેલર 2 ફિલ્મે એક અઠવાડિયામાં 576.45 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Superstar Rajinikanth, Jailer 2 (2)

દ્રશ્યમ 3 ને છોડી પાછળ

અત્યાર સુધી બોક્સ ઓફિસ પર અજય દેવગનની દ્રશ્યમ 3 ફિલ્મનો દબદબો જોવા મળી રહ્યો હતો, પરંતુ રજનીકાંતની જેલર 2 આવ્યા પછી દ્રશ્યમ 3 ની કમાણી પર બ્રેક લાગી ગઈ છે. જેલર 2 ફિલ્મે માત્ર 7 દિવસમાં જ દ્રશ્યમ 3 ની કમાણીને પાછળ છોડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં રજનીકાંતની આ ફિલ્મ બીજા કયા કયા રેકોર્ડ પોતાના નામે કરે છે અને તેને 1000 કરોડનું કલેક્શન પાર કરવામાં કેટલો સમય લાગે છે.

આ પણ વાંચો-Punjabi Singer : એક શો માટે આટલા લાખ ચાર્જ કરે છે દલેર મહેંદી! ફીનો આંકડો જાણીને ઉડી જશે હોશ!