મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલર 2ની કમાણીમાં બીજા અઠવાડિયામાં ઘટાડો નોંધાયો છે. સિંગલ-ડિજિટ કલેક્શન છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ટકી રહી છે, જ્યારે આયુષ્માન ખુરાનાની ઉડતા તીરને કમાણી માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બીજી તરફ યામી ગૌતમની નઈ નવેલી અને રાજકુમાર રાવની પ્રહાર બોક્સ ઓફિસ પર છેલ્લા શ્વાસ ગણી રહી છે.
જેલર 2નું ગુરુવારનું કલેક્શન
રજનીકાંતની જેલર 2 બીજા અઠવાડિયામાં પ્રવેશ્યા બાદ સિંગલ ડિજિટમાં સમેટાઈ ગઈ છે. આ તમિલ એક્શન થ્રિલરે રિલીઝના 14મા દિવસે 6.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 15મા દિવસે પણ કલેક્શન ધીમું રહ્યું હતું. સેકનિલ્કના અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, જેલર 2 ફિલ્મે 15મા દિવસે એટલે કે ત્રીજા ગુરુવારે 5.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ભારતમાં ફિલ્મની 15 દિવસની કુલ નેટ કમાણી હવે 429.55 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ઉડતા તીરની 7મા દિવસની કમાણી
આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન સ્ટારર સ્પાય-કોમેડી ફિલ્મ ઉડતા તીર 23 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. રવિવારે (25 ઓક્ટોબર) 8.20 કરોડ રૂપિયાનું સૌથી મોટું સિંગલ-ડે કલેક્શન કર્યા પછી બાકીના દિવસોમાં કમાણીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મે છઠ્ઠા દિવસે 2.65 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. સેકનિલ્કના રિપોર્ટ મુજબ, ઉડતા તીર ફિલ્મે 7મા દિવસે એટલે કે ગુરુવારે 2.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ભારતમાં ફિલ્મની 7 દિવસની કુલ નેટ કમાણી હવે 31.25 કરોડ રૂપિયા પર પહોંચી છે.

નઈ નવેલીની બોક્સ ઓફિસ પર સ્થિતિ
નઈ નવેલી સિનેમાઘરોમાં ટકી તો રહી છે, પરંતુ માંડ થોડા લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. યામી ગૌતમ ઉપરાંત ફિલ્મમાં આદિનાથ એમ. કોઠારે, સુનીતા રાજવાર, અનુરાગ ઠાકુર અને મીતા વશિષ્ઠ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે 13મા દિવસે દેશમાં માત્ર 23 લાખ રૂપિયાની નેટ કમાણી કરી હતી.
- સેકનિલ્કના અર્લી ટ્રેન્ડ મુજબ, નઈ નવેલીએ રિલીઝના 14મા દિવસે એટલે કે બીજા ગુરુવારે 25 લાખ રૂપિયાની કમાણી કરી છે.
- આ સાથે ભારતમાં ફિલ્મનું 14 દિવસનું કુલ નેટ કલેક્શન 25.80 કરોડ રૂપિયા થઈ ગયું છે.

પ્રહારનું બીજા ગુરુવારનું કલેક્શન
રાજકુમાર રાવની ફિલ્મ પ્રહાર પણ બોક્સ ઓફિસ પર દમ તોડી ચૂકી છે. આ ફિલ્મે રિલીઝના 13મા દિવસે માત્ર 29 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, આ ફિલ્મે રિલીઝના 14મા દિવસે એટલે કે બીજા ગુરુવારે 26 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ભારતમાં 14 દિવસમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 21.55 કરોડ રૂપિયા થયું છે.

દ્રશ્યમ 3ની કમાણીમાં પણ મંદી
અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3ની કમાણીમાં પણ હવે ધીમો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મે 27મા દિવસે એટલે કે ચોથા બુધવારે 90 લાખ રૂપિયાની કમાણી કરી હતી. સેકનિલ્કના અર્લી ટ્રેન્ડ મુજબ, ફિલ્મે 28મા દિવસે એટલે કે ચોથા ગુરુવારે પણ 90 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ભારતમાં 28 દિવસમાં ફિલ્મની કુલ નેટ કમાણી હવે 373 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો-Priyanka Chopra : વિદેશમાં પણ ન ભૂલી ભારતીય પરંપરા! નિક જોનસ સાથે પ્રિયંકાએ મનાવ્યો કરવાચોથ