કેટલીક ફિલ્મો અને સિરીઝ એવી હોય છે, જે OTT પર આવતાની સાથે જ ધમાકો મચાવી દે છે. આજે અમે તમને એક એવી જ ફિલ્મ વિશે જણાવી રહ્યા છીએ, જે માત્ર 3 દિવસમાં જ 63 દેશોમાં છવાઈ ગઈ છે. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહીં પરંતુ હોલીવુડની ક્વીન જેનિફર લોપેઝની ફિલ્મ 'ઓફિસ રોમાન્સ' છે, જેણે OTT પર આવતાની સાથે જ ધમાકો કરી દીધો છે.
દુનિયાભરમાં છવાઈ ફિલ્મ
જેનિફરની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે અને આ ફિલ્મે આવતાની સાથે જ દરેકનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મ માત્ર 3 દિવસમાં જ દુનિયાભરમાં છવાઈ ગઈ છે.
ઇન્ડિયામાં કયા નંબર પર કરી રહી છે ટ્રેન્ડ?
1 કલાક 55 મિનિટની આ ફિલ્મ 5 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મે અત્યાર સુધીમાં 63 દેશોમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને નંબર વન પર પહોંચી ગઈ છે. આ સિવાય આ ફિલ્મ 87 દેશોમાં ટોપ 10માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે અને ઇન્ડિયામાં ટોપ 10માં તે 5મા નંબર પર છે.
ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મની સ્ટોરી એરલાઇન કંપની એરક્રૂઝની CEO જેકી ક્રૂઝ એટલે કે જેનિફર લોપેઝની છે, જે પોતાની કંપનીને કડકાઈથી ચલાવે છે અને ઓફિસમાં રોમાન્સ પર તેની કડક પોલિસી હોય છે.
જેનિફર લોપેઝ
આ ફિલ્મની ખાસિયત એ છે કે આમાં જેનિફર લોપેઝ છે. 56 વર્ષની ઉંમરે તેની ફિટનેસ અને લુક આ ફિલ્મને વધુ ખાસ બનાવે છે. સાથે જ તેમની એક્ટિંગ પણ લોકોના દિલ જીતી રહી છે.
મળ્યા આટલા વ્યુઝ
આ ફિલ્મને ત્રણ દિવસમાં 20.9 મિલિયન વ્યુઝની સાથે ગ્લોબલ ચાર્ટ પર સ્થાન મળી ચૂક્યું છે. નેટફ્લિક્સના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ 40 મિલિયન કલાકથી વધુ સમય સુધી જોવામાં આવી ચૂકી છે. સાથે જ કેટલાય દેશોમાં તે ક્રીડ 3 જેવી ફિલ્મોને પણ પાછળ છોડી ચૂકી છે.
આ પણ વાંચો-370 Biryani Controversy : 'પ્રણિત મોરેનો શો બંધ કરો' રશ્મિ દેસાઈ ભડકી! આયેશા ખાને આપ્યો જડબાતોડ જવાબ