ટીવીની સુંદર અને ટોપ એક્ટ્રેસ જેનિફર વિંગેટની જિંદગીમાં એક વાર ફરી પ્રેમે દસ્તક આપી છે. એવું અમે નહીં, પરંતુ અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, એક્ટ્રેસ જલ્દી દુલ્હન બનવાની છે. હા, કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડા બાદ જેનિફર વિંગેટ સિંગલ લાઈફ જીવી રહી હતી.
ફરીથી જીવનમાં આગળ વધવા તૈયાર છે જેનિફર!
પરંતુ હવે તે ફરીથી પોતાની જિંદગીમાં આગળ વધવા માટે તૈયાર છે. અહેવાલો મુજબ, જેનિફરને ટીવી એક્ટર કરણ વાહી સાથે પ્રેમ થયો છે. ટૂંક સમયમાં જેનિફર અને કરણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કરણ વાહી અને જેનિફર વિંગેટની મિત્રતા ઘણી જૂની છે. બંને ત્યારે મિત્રો છે, જ્યારે જેનિફરની કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન પણ થયા નહોતા.
જેનિફર અને કરણ વાહીની મિત્રતા છે જૂની
2007ના લોકપ્રિય શો દિલ મિલ ગયામાં જેનિફર વિંગેટે ડૉક્ટર રિદ્ધિમા ગુપ્તાનો રોલ ભજવ્યો હતો. જ્યારે આ શોમાં કરણ વાહી ડૉ. સિદ્ધાંત મોદી ના પાત્રમાં નજર આવ્યા હતા. આ શોના 14 વર્ષ બાદ, બંને 2024માં સોની લિવની વેબ સિરીઝ રાયસિંઘાની વર્સેસ રાયસિંઘાનીમાં ફરી સાથે જોવા મળ્યા.
https://www.instagram.com/p/DP6JI0Wgb6y/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ શોમાં બંનેની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે જ્યારે બંનેના લગ્નની ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે તેમના ફેન્સ ખૂબ ખુશ નજર આવી રહ્યા છે. જોકે, હજુ સુધી આ વાત કન્ફર્મ થઈ નથી કે જેનિફર અને કરણ વાહી કઈ તારીખે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ ઓફિશિયલ રીતે પોતાના સંબંધ અને લગ્ન અંગે કંઈ કહ્યું નથી.
છૂટાછેડા બાદ તૂટી ગઈ હતી જેનિફર
જો આવું થાય છે તો આ કરણ વાહીના પહેલા લગ્ન હશે, જ્યારે જેનિફર વિંગેટના બીજા લગ્ન થશે. કરણ વાહી પહેલાં જેનિફર વિંગેટે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ માત્ર બે વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડાના કારણે જેનિફર ઘણું તૂટી ગઈ હતી. જોકે, હવે તે પોતાની જિંદગીમાં આગળ વધવા માટે તૈયાર છે. બીજી તરફ, તેમના પૂર્વ પતિ કરણ સિંહ ગ્રોવરે 2016માં બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો- Ajit Pawarના પિતા અનંતરાવ પવારનું હતું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ખાસ કનેક્શન, અનેક મોટા પ્રોજેક્ટ્સમાં કર્યું હતું કામ!