બોલીવુડ કલાકારો ઘણીવાર ટ્રોલિંગનો ભોગ બને છે. હાલમાં કાજોલને પણ તેના ડ્રેસિંગ સેન્સને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રી એક કાર્યક્રમમાં એકદમ ફિટ બ્લેક આઉટફિટ પહેરીને પહોંચી હતી. કાજોલનો આ વીડિયો જોઈને લોકોએ તેની ડ્રેસિંગ સેન્સને લઈ વિવિધ સવાલો ઉઠાવ્યા હતા.


કાજોલની ડ્રેસિંગ સેન્સ પર ઉઠ્યા સવાલો

કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ઇવેન્ટમાં જોવા મળી રહી છે. આ ઇવેન્ટમાં તે બ્લેક કલરના ટાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે કાજોલને આ પ્રકારની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ કરી છે અને આ જોઈને યુઝર્સને વિચિત્ર લાગ્યું હતું. વાયરલ વીડિયોમાં કાજોલ સ્ટેજ તરફ ચાલતી જોવા મળી રહી છે તે હસતી જોવા મળી રહી છે. કાજોલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહી હતી. જ્યારે તે ચાલી રહી છે ત્યારે તેનું પેટ ટાઈટ બ્લેક ડ્રેસમાં દેખાય છે. તેથી જ સોશિયલ મીડિયા યુઝર્સે કાજોલની ડ્રેસિંગ સેન્સને પસંદ કરી નહોતી.

કાજોલના ડ્રેસને જોઈ લોકોએ કરી ટ્રોલ

કાજોલના ડ્રેસિંગ સેન્સને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું હતું કે, 'ખૂબ જ ખરાબ ડ્રેસિંગ સેન્સ.' બીજા યુઝરે ટિપ્પણી કરી હતી કે, 'આટલો ટાઈટ ડ્રેસ કેમ? ભારતીય ડ્રેસ પહેરો તેમાં પેટ દેખાતું નથી.' તો અન્ય એકે લખ્યું કે, 'સારો ડ્રેસ પહેરો, તમે સુંદર દેખાઈ શકો છો.' એક યુઝરે કાજોલના પેટને જોયા પછી તો લખ્યું કે, 'શું તે ગર્ભવતી છે?' કાજોલના ડ્રેસિંગ સેન્સ વિશે યુઝર્સ દ્વારા આવી જ ઘણી ટ્રોલ ટિપ્પણીઓ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કાજોલની હોરર સુપરનેચરલ ડ્રામા ફિલ્મ 'મા' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ સાથે ફિલ્મ 'સરઝમીન' પણ OTT પર રિલીઝ થઈ હતી જેમાં કાજોલ સિવાય ઇબ્રાહિમ અલી ખાન પણ જોવા મળ્યો હતો. તે એક નવી ફિલ્મ 'મહારાગિની' પણ કરી રહી છે.


  • Follow us on: