પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898 એડી'ના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યો હતો ત્યારે લોકો હવે બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. 'કલ્કી 2898 એડી'ના બીજા ભાગ પર દિગ્દર્શક નાગઅશ્વિને પ્રતિક્રિયા આપી છે જે ફેન્સનો થોડા નિરાશ કરી શકે. તેમણે જણાવ્યું કે, બીજા ભાગને લઈ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
દિગ્દર્શકે કલ્કી 2 અંગે આપ્યું અપડેટ
દિગ્દર્શક નાગ અશ્વિને હાલમાં એક પોડકાસ્ટમાં કલ્કીની સિક્વલ વિશે વાત કરી હતી. નાગ અશ્વિનને પૂછવામાં આવ્યું હતું કે દર્શકો બ્લોકબસ્ટર ફિલ્મનો બીજો ભાગ ક્યારે જોઈ શકશે? તેમણે કહ્યું હતું કે ફિલ્મનો આગામી ભાગ બનાવવામાં સમય લાગશે. દિગ્દર્શકે કહ્યું હતું કે, 'કલાકારોને એકસાથે આવવું પડશે અને કેટલાક દ્રશ્યો અને એક્શન સિક્વન્સ એટલા મોટા છે કે તેમને પ્લાન કરવામાં સમય લાગશે. મારી પાસે હજુ સુધી કોઈ કન્ફર્મ તારીખ નથી કારણ કે બધા કલાકારો હાલમાં તેમના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.'
નાગ અશ્વિને આપ્યો આ સંકેત
તમને જણાવી દઈએ કે, નાગ અશ્વિને અગાઉ 'કલ્કી 2898 એડી 2' વિશે સંકેતો આપ્યા હતા. તેમણે મીડિયાને કહ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. જો આવું થાય છે તો ફેન્સ માટે ખુશીના સમાચાર કહી શકાય. અશ્વિને એક અલગ નિવેદન આપ્યું છે તેથી લોકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.
'કલ્કી 2898 એડી'ના પહેલા ભાગ એ રેકોર્ડ બનાવ્યો
પ્રભાસ, અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ અને કમલ હાસનની 'કલ્કી 2898 એડી' રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે ભારતમાં 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મે ફરી એકવાર પ્રભાસના કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધી હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી. 'કલ્કી 2898 એડી'માં અમિતાભ બચ્ચનના એક્શન દ્રશ્યોએ પણ ફેન્સના દિલ જીતી લીધા હતા. હવે ફરી એકવાર લોકોને આશા છે કે આ ફિલ્મની સિક્વલ પણ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી શકે છે.